Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

વર્તમાન સ્થિતિમાં RBIનો રોલ દ્રવિડ જેવો હોવો જોઇએ

નવજોત સિદ્ધૂ જેવો હોવો જોઇએ નહીં : રાજન : કલમ ૭નો ઉપયોગ કરાશે તો આરબીઆઈ અને સરકાર વચ્ચેના સંબંધો ખરાબ થશે : રઘુરામ રાજનનો અભિપ્રાય

નવી દિલ્હી, તા. ૬  : રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આજે મહત્વની સલાહ આપી હતી. તેમનું કહેવું છે કે, વર્તમાન સ્થિતિમાં આરબીઆઈની ભૂમિકા રાહુલ દ્રવિડની જેમ મક્કમ રહીને નિર્ણય લેવાની હોવી જોઇએ. નવજોત સિદ્ધૂની જેમ નિવેદનબાજી કરનાર તરીકે હોવી જોઇએ નહીં. રાજને કહ્યં હતું કે, વર્તમાન સ્થિતિમાં કેન્દ્રીય બેંકની ભૂમિકા કારના સીટબેલ્ટની જેમ છે. દુર્ઘટના રોકવા માટે બેલ્ટની જરૂર હોય છે. રાજને કહ્યું હતું કે, બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો, કલમ ૭ના ઉપયોગ, બિન બેંકિંગ નાણાંકીય સંકટ, પ્રોમ્ટ કનેક્ટીવ એક્શન, સીઆઈસીને નોટિસ અને આરબીઆઈના બોર્ડ સમેતના મુદ્દા પર રાજને ચર્ચા કરી હતી. રૂપિયાઓના મામલે વાત કરતા રાજને કહ્યું હતું કે, રૂપિયાને સ્થિર કરવા માટે તમામ પગલા લેવા જોઇએ. મુખ્ય ધ્યાન રૂપિયાના સ્તર પર નહીં બલ્કે એવી ચીજો ઉપર થવું જોઇએ જેને જાળવવામાં મદદ મળી શકે છે. રાજને એમ પણ કહ્યું હતું કે, કલમ ૭નો ઉપયોગ નહીં કરવાની બાબત ખુબ સારા સમાચાર છે. કલમ ૭નો ઉપયોગ કરવામાં આવશે તો સંબંધો ખરાબ થશે. ચિંતાની બાબત રહેશે. હાલમાં ચર્ચા ચાલી રહી છે. વાતચીત સન્માનના આધાર પર થવી જોઇએ. એક બીજાના અધિકારોનું ધ્યાન રાખવું જોઇએ. આરબીઆઈના અધિકાર ક્ષેત્રનું સન્માન થવું જોઇએ. પૂર્વ ગવર્નરે કહ્યું હતું કે, રિઝર્વ બેંક ડ્રાઇવિંગ સીટ ઉપર બેસનાર વ્યક્તિ તરીકે છે. આ નિર્ણય સરકારને કરવું છે કે, તે સીટ બેલ્ટ પહેરવા માંગે છે કે નહીં. સીટ બેલ્ટ પહેરવાની સ્થિતિમાં કમનસીબ સ્થિતિમાં બચાવ થાય છે. સરકાર વિકાસ વધારવા માંગે છે તો આરબીઆઈ નાણાંકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આરબીઆઈની પાસે ઇન્કાર કરવાનો અધિકાર છે. કારણ કે તે સ્થિરતા જાળવવા માટે જવાબદાર છે. રાજકીય પ્રદર્શન અથવા તો પોતાના હિતનો ઉપયોગ કરવાના સાધન તરીકે આરબીઆઈ નથી.

(6:49 pm IST)