Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ભારત વિશ્વનો સૌથી મોટો ખાંડ ઉત્‍પાદક દેશ બન્‍યોઃ ખાંડની સિઝનમાં ૧૦૯.૮ લાખ મેટ્રિક ટનની નિકાસ કરી

ભારતીય ઉત્‍પાદકોએ ૨૦૨૧માં ૪૦૦૦૦ કરોડની કિંમતની ૧૦૯.૮ લાખ મેટ્રિક ટન એલએમટી ખાંડની રેકોર્ડ નિકાસ કરી : ભારત વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્‍પાદક તરીકે ઉભરી આવ્‍યું છેઃ ખાંડનો ઉપભોક્‍તા હોવા ઉપરાંત, દેશ વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર પણ છે

નવી દિલ્‍હી, તા.૭: આ વર્ષે ખાંડની સિઝનમાં ભારત વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્‍પાદક તરીકે ઉભરી આવ્‍યું છે. ખાદ્ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ માં સમાપ્ત થતી સિઝન સમગ્ર ખાંડ ક્ષેત્ર માટે ઐતિહાસિક રહી છે. શેરડીનું ઉત્‍પાદન, ખાંડનું ઉત્‍પાદન, ખાંડની નિકાસ, શેરડીની પ્રાપ્તિ, શેરડીની બાકી ચૂકવણી અને ઇથેનોલ ઉત્‍પાદન સિઝન દરમિયાન રેકોર્ડ ઉચ્‍ચ સ્‍તરે નોંધાયેલ છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ બિઝનેસ વર્ષમાં નિકાસમાં વધારાને કારણે દેશમાં લગભગ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ આવ્‍યું છે. મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, આ સિઝનના અંત સુધી ખેડૂતોની શેરડીની બાકી રકમ માત્ર ૬,૦૦૦ કરોડ રૂપિયા હતી. સુગર મિલો દ્વારા કુલ ૧.૧૮ લાખ કરોડ રૂપિયાની બાકી રકમમાંથી ૧.૧૨ લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્‍યા છે.

મંત્રાલયના જણાવ્‍યા અનુસાર આ સિઝનમાં દેશમાં ૫૦૦૦ લાખ મેટ્રિક ટન શેરડીનું રેકોર્ડ ઉત્‍પાદન થયું છે. તેમાંથી ૩૫૭૪ લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ થયું હતું, જેમાંથી ૩૯૫ લાખ મેટ્રિક ટન ખાંડ (સુક્રોઝ)નું ઉત્‍પાદન થયું છે. તેમાંથી ૩૫ લાખ મેટ્રિક ટન ખાંડનો ઉપયોગ ઇથેનોલ માટે કરવામાં આવ્‍યો છે. આ આંકડો ૨૦૧૮-૧૯માં ૩ LMT થી વધીને ૨૦૨૧-૨૨ ખાંડની સિઝન સુધીમાં ૩૫ ન્‍પ્‍વ્‍ થયો છે. માહિતી અનુસાર, હાલમાં સિઝનના અંતે ૬૦ LMT ખાંડનો સ્‍ટોક બાકી છે જે ૨.૫ મહિનાની જરૂરિયાતને પૂર્ણ કરી શકે છે. ૩૫૯ લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્‍પાદન થયું હતું. મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, સિઝન દરમિયાન ૧૦૯.૮ લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી જે રેકોર્ડ સ્‍તર છે. ખાદ્ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, ભારત વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્‍પાદક તરીકે ઉભરી આવ્‍યું છે. દેશ ખાંડનો ઉપભોક્‍તા તેમજ વિશ્વનો બીજો સૌથી મોટો નિકાસકાર છે.

(10:33 am IST)