Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

દિપક ચાહરે મેચ બાદ ગર્લ ફ્રેન્ડને વિંટી પહેરાવીને કર્યુ પ્રપોઝ : બંને એકબીજાને ગળે લગાડી ભેટી પડ્યા

દીપકની આ હરકતથી તેની ગર્લફ્રેન્ડ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ: ફેન પણ તેમનો પ્રેમ હવે સોશિયલ મીડિયા પર છલકાવી રહ્યા છે

મુંબઈ :  IPL-2021 માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ગુરુવારનો દિવસ સારો નહોતો, પરંતુ તેનો એક ખેલાડી હજુ પણ મેદાનની બહાર ચર્ચાઓમાં છવાઇ રહ્યો છે. તે તેના પ્રદર્શન દ્વારા નહીં પરંતુ મેચ પછી તેની એક ખાસ હરકત દ્વારા. એવી હરકત કે જેની ચર્ચા મેચ બાદ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. જે કોઈએ તે ખેલાડીની આ દૃશ્ય જોયા છે તે આશ્ચર્યચકિત થઈ ગયો

 દિપક ચાહરે મેચ પૂરી થયા બાદ કંઈક એવુ કર્યું કે દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકો તેની આ હરકત પર ફીદા થઇ ચૂક્યા છે. ફેન પણ તેમનો પ્રેમ હવે સોશિયલ મીડિયા પર છલકાવી રહ્યા છે.

, મેચ બાદ દીપક સ્ટેન્ડમાં બેઠેલી એક યુવતી પાસે ગયો. જેણે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તેમ જ કાળા ચશ્મા પણ પહેરેલા હતા. જે યુવતી તેની ગર્લફ્રેન્ડ છે. મેચ બાદ દીપકે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. દીપકની આ હરકતથી તેની ગર્લફ્રેન્ડ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કદાચ તેને તેની અપેક્ષા પણ નહોતી. દીપકે આંગળી પર વીંટી પહેરાવી. તે પછી બંનેએ એકબીજાને ગળે લગાવી ભેટી પડ્યા હતા.

(9:08 pm IST)