Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કોર્ટના અવમાન મામલે યતિન ઓઝાનું સીનીઅર પદ પાછું ખેંચી લેવાયું છે તે બાબતે કઈંક ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશું : હાઈકોર્ટ અને ઓઝા બંનેના હિતોને સંતુલિત કરીને આગામી સુનાવણીમાં ચુકાદો તૈયાર રાખીશું : સુપ્રીમ કોર્ટ

ન્યુદિલ્હી : કોર્ટના અવમાન મામલે યતિન ઓઝાનું સીનીઅર પદ પાછું ખેંચી લેવાયું છે તે બાબતે કઈંક ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશું .ઓઝા અને હાઈકોર્ટ બંનેના  હિતોને સંતુલિત કરીને આગામી સુનાવણીમાં ચુકાદો તૈયાર રાખીશું તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉની સુનાવણીમાં, કોર્ટે શ્રી ઓઝા માટે હાજર થયેલા વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીના સૂચન પર વિચાર કરવા સંમતિ આપી હતી . જે મુજબ શ્રી ઓઝાએ શિક્ષાનો એક સમય પસાર કરી લીધો છે તે બાબત ધ્યાનમાં રાખીને, આજીવન પ્રતિબંધ મુકવાને બદલે ફેર વિચારણા કરવાનું મુનાસીબ રહેશે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે નિર્ણય લેવો ખુબ અઘરો છે. જે માટે અમારે થોડા સમયની જરૂર છે. આગામી સુનાવણીમાં અમે ચુકાદો તૈયાર રાખીશું.તેમ જણાવ્યું હતું. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)