Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ડ્રગ્સ કેસમાં આર્યનને14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો :આર્યનના વકીલે જામીન અરજી દાખલ કરી

કોર્ટે એનસીબીને રિમાન્ડ આપવાની મનાઇ કરતાં કહ્યું, કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાની કોઇ જરૂર નથી

મુંબઇ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. કોર્ટે એનસીબીને રિમાન્ડ આપવાની મનાઇ કરતાં કહ્યું, કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાની કોઇ જરૂર નથી. સાથે જ આર્યન ખાનના વકીલ સતીશ માને શિંદે કોર્ટમાં જામીન અરજી પણ દાખલ કરી દીધી છે. જામીન અરજીની સુનાવણી સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં હશે. 

(8:15 pm IST)