Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

500 અને 2000 રૂપિયાની નોટોમાંથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવો : આ નોટોનો ઉપયોગ ભ્રષ્ટાચાર અને લાંચ રુશવત માટે થઇ રહ્યો છે : ગાંધીજી ગરીબોના બેલી હતા તેથી 200 રૂપિયા સુધીની નોટોમાં જ ફોટો રાખો : રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો

જયપુર : રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો  છે. જેમાં 500 અને 2000 રૂપિયાની નોટોમાંથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવી લેવા વિનંતી કરી છે. જેના કારણમાં તેમણે  જણાવ્યું છે કે આ નોટોનો ઉપયોગ ભ્રષ્ટાચાર અને લાંચ રુશવત માટે થઇ રહ્યો છે . તેમણે તેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન ગણાવ્યું હતું.. ગાંધીજી ગરીબોના બેલી હતા તેથી 200 રૂપિયા સુધીની નોટોમાં જ ફોટો રાખો .ગરીબ માણસો આ નોટોનો વધુ ઉપયોગ કરે છે.

રાજસ્થાનમાં ભ્રષ્ટાચારના કેસો તરફ ધ્યાન દોરતા શાસક પક્ષના ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુરે કહ્યું કે જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર, 2020 સુધી ભ્રષ્ટાચારના 616 કેસ નોંધાયા હતા, જેમાં દરરોજ સરેરાશ બે કેસ નોંધાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિના દિવસે તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો હતો અને ઉચ્ચ રકમની  નોટોમાંથી મહાત્મા ગાંધીનો ફોટો દૂર કરવાની અપીલ કરી હતી.

સાંગોડના ધારાસભ્યએ કહ્યું કે ગાંધીનો ફોટો માત્ર 5, 10, 20, 50, 100 અને 200 રૂપિયાની નોટોમાં હોવો જોઈએ, કારણ કે આનો ઉપયોગ મોટેભાગે ગરીબો કરે છે અને ગાંધીએ જીવનભર નિરાધાર લોકો માટે કામ કર્યું છે. કુંદનપુરે પત્રમાં લખ્યું છે કે, "મારી સલાહ છે કે 500 અને 2000 રૂપિયાની નોટોમાં ગાંધીનો ફોટો ન વાપરવો જોઈએ. અશોક ચક્ર પણ હેતુને અસરકારક રીતે પૂરી કરી શકે છે.

કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે છેલ્લા સાડા સાત દાયકામાં દેશમાં બધે ભ્રષ્ટાચાર ફેલાયો છે. "મહાત્મા ગાંધી સત્યનું પ્રતિક છે અને ગાંધીનું ચિત્ર 500 અને 2000 રૂપિયાની નોટો પર છપાયેલું છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે ભ્રષ્ટાચાર અને લાંચ લેવડદેવડ માટે થાય છે. ધારાસભ્યએ એમ પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચારમાં ઉચ્ચ મૂલ્યની નોટોનો ઉપયોગ કરવામાં આવે છે જે ગાંધીજીનું અપમાન છે. માટે 500 અને 2000 રૂપિયાની નોટોમાંથી તેમનું ચિત્ર હટાવી દેવું જોઈએ.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(5:28 pm IST)