Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૨૧નો ખિતાબ જીતતી શ્રી સૈની : પ્રથમ ભારતીય અમેરિકન બની

ન્યૂયોર્ક, તા.૭: શ્રી સૈનીએ મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૨૧ નો તાજ જીત્યો છે. આ સાથે તે આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય અમેરિકન બની છે. મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૨૧ નો કાર્યક્રમ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો. મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૨૧ નો તાજ જીતનાર શ્રી સૈની આ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય-અમેરિકન બની છે.

શ્રી સૈનીને મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૨૧ નો તાજ મિસ વર્લ્ડ ૨૦૧૭ ડાયના હેડન અને મિસ વર્લ્ડ કેનેડા ૨૦૧૩ ની વિજેતા તાન્યા મેમે પહેરાવ્યો હતો. મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૨૧ નો કાર્યક્રમ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો.

શ્રી સૈનીએ અનેક મુશ્કેલીઓ સામે લડીને સફળતાના શિખર સર કર્યા છે.તે માત્ર ૧૨ વર્ષની હતી,ત્યારે હૃદયની બિમારીને કારણે કાયમી પેસમેકરનો સહારો લેવો પડ્યો હતો. અને એક મોટી કાર દુર્ઘટનામાં તેને મોટાભાગનો ચહેરો બળી ગયો હતો.પરંતુ તેમની કમજોરીને તાકાત બનાવીને સૈનીએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

મુળ ભારતીય શ્રી સૈની હાલમાં અમેરિકાના વોશિંગ્ટનમાં રહે છે અને MWA નેશનલ બ્યુટી વિથ પર્પઝની એમ્બેસેડર પણ છે. શ્રીએ મિસ ઇન્ડિયા યુએસ ૨૦૧૭, મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ ૨૦૧૮, મિસ વર્લ્ડ વોશિંગ્ટન ૨૦૧૯ નો ખિતાબ પણ જીત્યો છે.

(4:00 pm IST)