Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

દુનિયામાં સૌથી શકિતશાળી છે જાપાન-સિંગાપુરનો પાસપોર્ટ

પાકિસ્તાન સૌથી તળિયે

નવી દિલ્હી, તા.૯: દુનિયામાં જાપાન અને સિંગાપુર પાસે સૌથી શકિતશાળી પાસપોર્ટ છે. આ યાદીમાં પાકિસ્તાન અને ઉત્તર કોરીયા સૌથી તળિયે છે તો બુર્કીના ફાસો, તાજીકિસ્તાનની સાથે ભારતીય પાસપોર્ટ ૯૦માં નંબર પર છે. આ દેશોના પાસપોર્ટ ધારકો વીઝા વગર ૫૮ દેશોમાં જઇ શકે છે. હેનલે એન્ડ પાર્ટનર્સે દુનિયાના સૌથી શકિતશાળી પાસપોર્ટનું રેકીંગ જાહેર કર્યુ છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેકો વિશ્વના બધા પાસપોર્ટોને તેમની ગંતવ્ય સંખ્યા અનુસાર વર્ગીકૃત કર્યા છે, જયાં તેના ધારકો વીઝા વગર જઇ શકે છે. જો કે ઇન્ડેક્ષમાં કોરોનાના કારણે દુનિયાના દેશો દ્વારા મુકાયેલ ટેમ્પરરી પ્રતિબંધોને ધ્યાનમાં નથી લેવામાં આવ્યા.

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષમાં જાપાન અને સિંગાપુર ટોચ પર છે, જેનો વીઝા મુકત સ્કોર ૧૯૨ છે. આનો અર્થ એ થયો કે આ બંને દેશોના પાસપોર્ટધારક વીઝા વગર ૧૯૨ દેશોની યાત્રા કરી શકે છે. અફધાનિસ્તાન, ઇરાક, સીરીયા, પાકિસ્તાન અને યમનના પાસપોર્ટ સૌથી નબળા છે. આ રેંકીંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન (આઇએટીએ)ના ડેટા વિશ્લેષણ પર આધારિત છે.(૨૩.૨૮)

શકિતશાળી પાસપોર્ટવાળા ૧૦ દેશ

૧. જાપાન, સીંગાપુર ૨.જર્મની, દ.કોરીયા ૩. ફિનલૈડ, ઇટાલી, લકજમ્બર્ગ, સ્પેન ૪. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક પ. ફ્રાંસ આયરલૈડ-નેધરલૈડ - પોર્ટુગલ, સ્વીડન  ૬.બેલ્જીયમ, ન્યુઝીલેંડ, સ્વીસ ૭. ચેક ગ્રીસ, આલ્ટા, યુકે, અમેરિકા ૮.ઓસ્ટ્રેલિયા- કેનેડા ૯.હેગેરી ૧૦. લિથુઆનીયા, પોલેન્ડ, સ્લોવાકીયા

સૌથી ઓછા શકિતશાળી ૫ દેશ

૧.અફધાનીસ્તાન

ર.ઇરાક

૩.સીરીયા

૪.પાકિસ્તાન

૫.યમન

(3:59 pm IST)