Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વેનેઝુએલામાં તો ૧ લીટરની કિંમત છે માત્ર ૧.૪૯ રૂપિયા

પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ભારત કરતા લગભગ અડધી છે

નવી દિલ્હી, તા.૭: દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ બની ગઈ છે. આ વધતા ભાવથી દરેક પરેશાન છે. દેશના દ્યણા શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. પરંતુ ભારતના પડોશી દેશોમાં આ સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમત દ્યણી ઓછી છે. અમે તમને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, નેપાળ, ભૂતાન અને શ્રીલંકાના પેટ્રોલના ભાવ જણાવવા જઈ રહ્યા છીએ. આ કિંમતો સાંભળીને તમને આશ્ચર્ય થશે.

હાલમાં, ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ભારત કરતા લગભગ અડધી છે. ભારતમાં હાલમાં પેટ્રોલની સરેરાશ કિંમત ૧૦૩ રૂપિયા પ્રતિ લીટર છે, જયારે પાકિસ્તાનમાં હાલમાં પેટ્રોલનો દર ૫૫.૬૧ રૂપિયા પ્રતિ લીટર છે.

ભારતના અન્ય પડોશી દેશોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો દ્યણી ઓછી છે. શ્રીલંકામાં પેટ્રોલની કિંમત ૬૮.૬૨ રૂપિયા છે. ભૂતાન જેવા ગરીબ દેશમાં પણ પેટ્રોલની કિંમત ૭૭ રૂપિયા પ્રતિ લીટર છે. નેપાળમાં પેટ્રોલ ૮૧.૫૧ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આ કારણે નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો વાહનોમાં પેટ્રોલ ભરાવા માટે નેપાળ તરફ જઈ રહ્યા છે.વિશ્વના દ્યણા દેશોમાં પેટ્રોલ ખૂબ સસ્તું છે. અમે તમને ટોચના ૧૦ દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જયાં પેટ્રોલ સૌથી સસ્તું છે. આ દર ૪ ઓકટોબરના છે. આ દેશોમાં પેટ્રોલની કિંમત તમને ચોંકાવી દેશે.

પેટ્રોલ

દેશ પેટ્રોલ (રૂ./લિટર)

વેનેઝુએલા ૧.૪૯

ઈરાન ૪.૪૬

અંગોલા ૧૭.૨૦

અલ્જિીરયા ૨૫.૦૪

કુવૈત ૨૫.૯૭

નાઇજીરીયા ૨૯.૯૩

કઝાકિસ્તાન ૩૪.૨૦

ઇથોપિયા ૩૪.૭૦

મલેશિયા ૩૬.૬૨

આ કારણે વધી રહ્યાં છે પેટ્રોલના ભાવઃ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના બે કારણો છે – પ્રથમ ક્રૂડ ઓઇલની કિંમત અને બીજું તેના પર લાગતો ટેકસ. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રીય એકસાઇઝ ડ્યુટી અને વિવિધ રાજય કર લાદવામાં આવે છે, જેના કારણે તેની કિંમત વધે છે. અત્યારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ અને એકસાઇઝ ડ્યુટી સહિત ૬૦ ટકાથી વધુ ટેકસ છે.

(3:59 pm IST)