Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

'પીએમ બનીશ એવી કયારેય કલ્પના પણ નહોતી કરી : મોદી

૨૦ વર્ષ પહેલા આ દિવસે મળી હતી મોટી જવાબદારી : અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) સહિત દેશભરમાં પીએમ કેર્સ હેઠળ સ્થાપિત ૩૫ ઓકિસજન પ્લાન્ટ્સનું ઉદઘાટન કર્યુ

ઋષિકેશ, તા.૭: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે એક દિવસના પ્રવાસે ઉત્ત્।રાખંડના ઋષિકેશ પહોંચ્યા. અહીં તેમણે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) સહિત દેશબરમાં પીએમ કેર્સ હેઠળ સ્થાપિત ૩૫ ઓકિસજન પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે અહીં આવીને તેમને નવી ઉર્જા અને શકિત મળે છે. તેમણે કહ્યું છે કે જે ક્ષેત્રએ યોગ અને આયુર્વેદની શકિતથી જીવનને આરોગ્ય બનાવવાનું સમાધાન  આપ્યું ત્યાંથી આજે દેશભરમાં અનેક ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ થયું છે.

પીએમ મોદીએ કહ્યું કે આજના દિવસે એટલે કે ૭ ઓકટોબરના રોજ ૨૦ વર્ષ પહેલા મને જનતાની સેવા કરવાની એક નવી જવાબદારી મળી હતી. પરંતુ જનતા વચ્ચે રહીને, જનતાની સેવાની સફર તો અનેક દાયકા પહેલા શરૂ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે આજથી ૨૦ વર્ષ પહેલા તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની નવી જવાબદારી મળી હતી. તેમણે કહ્યું કે ઉત્ત્।રાખંડની રચના વર્ષ ૨૦૦૦માં થઈ અને તેના થોડા મહિના બાદ ૨૦૦૧માં તેમની રાજનીતિક યાત્રા શરૂ થઈ.

પીએમ મોદીએ મેડિકલ ઓકિસજન પ્રોડકશન અંગે કહ્યું કે સામાન્ય દિવસોમાં ભારતમાં એક દિવસમાં ૯૦૦ મેટ્રિક ટન લિકિવડ મેડિકલ ઓકિસજનનું પ્રોડકશન થતું હતું. પરંતુ કોરોનાકાળમાં ડિમાન્ડ વધતા જ ભારતે મેડિકલ ઓકિસજનનું પ્રોડકશન ૧૦ ગણા કરતા પણ વધાર્યું જે દુનિયાના કોઈ પણ દેશ માટ અકલ્પનીય લક્ષ્ય હતું. પરંતુ ભારતે તે હાંસલ કરીને બતાવ્યું.

ઉત્તરાખંડની ધામી સરકારની પીઠ થપથપાવતા તેમણે કહ્યું કે ૨૦૧૯માં જળ જીવન મિશન શરૂ થતા પહેલા ઉત્ત્।રાખંડના ફકત એક લાખ ૩૦ હજાર ઘરોમાં જ નળથી જળ પહોંચતું હતું. પરંતુ આજે ઉત્ત્।રાખંડના ૭ લાખ ૧૦ હજારથી વધુ ઘરોમાં નળથી જળ પહોંચવા લાગ્યું છે. એટલે કે ફકત ૨ વર્ષની અંદર જ રાજયના લગભદ્ય ૬ લાખ ઘરોને પીવાના પાણીનું કનેકશન મળ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ઉત્ત્।રાખંડની ટીમને ભરપૂર મદદ કરી રહી છે. રાજય આગામી કેટલાક વર્ષોમાં પોતાની સ્થાપનાના ૨૫ વર્ષ ઉજવશે. હવે સમય આવી ગયો છે કે આ અવસરને ખાસ બનાવવા માટે રાજયની મશીનરી ભેગી થવી જોઈએ. તેમણે કહ્યું કે આજે સરકાર એ વાતનો ઈન્કાર નથી કરતી કે નાગરિકો તેમની પાસે પોતાની સમસ્યા લઈને આવશે ત્યારે કોઈ પગલું ભરાશે. સરકારી માઈન્ડસેટ અને સિસ્ટમથી આ  ભ્રમને અમે બહાર કાઢી રહ્યા છીએ. હવે સરકાર નાગરિકો પાસે જાય છે.

રાષ્ટ્રવ્યાપી સામુહિક ઇ-લોકાર્પણ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કેયર્સ ફંડમાંથી રૂ.૮૦ લાખના ખર્ચે ૧.૮૭ મેટ્રીક ટન કેપીસીટીના PSA ઓકિસજન પ્લાન્ટનું પણ લોકાર્પણ થયું. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ અને વેકસીનેશનમાં પોતાનું યોગદાન આપનાર પદાધિકારીઓ – અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, આજે રાજયના કુલ ૧૮ સ્થળોએ PSA ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ થયું. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ રાજયને આવરી લેવામાં આવ્યા છે.

(3:58 pm IST)