Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ગુગલ પ્લે સ્ટોર ઉપર ૧૪ જેટલી લોકપ્રીય એપ ખતરારૂપઃ યુઝરનો ડેટા કરે છે લીક

નવી દિલ્હી : ગુગલ પ્લે સ્ટોર ઉપર કેટલીક લોકપ્રીય એપ કરોડો યુઝરના ડેટામાં ઘુસતા હોવાના ખુલાસો થયેલ. સુરક્ષા શોધકર્તાઓએ એક ડઝન એવી લોકપ્રીય એપ ગોતી છે, જેને પ્લે સ્ટોરમાંથી ૧૪ કરોડથી વધુ વાર ડાઉન લોડ કરાઇ છે. જે યુઝરના ડેટા લીક કરે છે. સાઇબર ન્યુઝના નવા એનાલીસીસમાં જાણવા મળ્યા મુજબ ૧૪ ટોપ એન્ડ્રોઇડ એપ મળ્યા છે જેને ૧૪ કરોડથી વધુ વાર ડાઉનલોડ કરાયા છે. જેને ફાયરબેઝ પ્લેટફોર્મ ઉપર ખોટી રીતે કન્ફીગર કરાયા છે.

આ એપ્લીકેશનમાં સૌથી લોકપ્રીય એપ યુનિર્વસલ રીમોટ છે, જે ૧૦ કરોડ એન્ડ્રોઇડ ડીવાઇઝ ઉપર ઇન્સ્ટોલ છે. ત્યારબાદ ફાઇન્ડ માય કિડસ છે જે ૧ કરોડથી વધુ વાર તથા હાઇબ્રીડ વોરિયર અને રીમોટ ફોર રોકુ પણ ૧ કરોડથી વધુ વાર ડાઉનલોડ થઇ છે. સાઇબર ન્યુઝે જણાવેલ કે તેણે ટેકનીકલ દીગ્ગજોને સચેત કરવા અને એટસના ડેટાબેઝને સુરક્ષીત રાખવા ગુગલનો સંપર્ક કર્યો છે. આ વાત જાહેર કરતી વખતે તેમણે એન્ડ્રોઇડ મેકર અને પ્લે સ્ટોર ઓપરેટરનો સંપર્ક કરેલ પણ કોઇ જવાબ ન મળેલ.

(3:56 pm IST)