Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ઓડિશામાં ટ્રાન્સજેન્ડર્સને મળશે સમાન તકઃ સરકારે બનાવી નવી નીતિ

પોલીસ ભરતી બોર્ડે જૂન મહિનામાં ટ્રાન્સજેન્ડર્સને સબ ઈન્સ્પેકટરના પદ માટે અરજીની પરવાનગી આપેલ

ભુવનેશ્વર,તા. ૭: ઓડિશા સરકાર રાજયમાં નોડલ વિભાગના તમામ કાર્યાલયોમાં ટ્રાન્સજેન્ડર્સને સમાન અવસર પ્રદાન કરતી નીતિ લાવ્યું છે. સામાજીક સુરક્ષા અને વિકલાંગ વ્યકિતઓના અધિકારક્ષેત્ર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં આવી ફરિયાદોના પ્રાપ્તિ તારીખના ૧૫ દિવસની અંદર નિવારણ માટે એક ફરિયાદ અધિકારી તરીકે એક અધિકારીના પદનામને નિર્ધારિત કરવામાં આવ્યું છે.

નોડલ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, વિભાગ પ્રમુખ ફરિયાદ અધિકારી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા તપાસ રિપોર્ટ પર ૧૫ દિવસની અંદર કાર્યવાહી કરશે. નીતિને ટ્રાન્સજેન્ડર વ્યકિત (અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ અને અધિનિયમ અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો પ્રમાણે સૂચિત કરવામાં આવી હતી.

સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, સરકાર પોતાના તમામ કાર્યાલયોમાં લિંગ, જાતીય અભિગમ, રંગ, વિકલાંગતા, વૈવાહિક સ્થિતિ, રાષ્ટ્રીયતા, વંશ અને ધર્મને સાઈડમાં રાખીને બધાને સમાન રોજગારના અવસર પ્રદાન કરશે. નવી નીતિ એ પણ સુનિશ્યિત કરશે કે, કામનો માહોલ ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ વિરૂદ્ઘના કોઈ પણ ભેદભાવથી મુકત હોય.

સાથે જ કહેવામાં આવ્યું છે કે, સેવા નિયમોમાં નિર્ધારિત આચારસંહિતા અંતર્ગત આ નીતિનું ઉલ્લંદ્યન કરનારા કોઈ પણ કર્મચારી વિરૂદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાન્સજેન્ડર લોકો માટે એક અનુકૂળ વાતાવરણ સુનિશ્યિત કરવા, એસએસઈપીડી વિભાગ તે સુનિશ્યિત કરવા માટે સિસ્ટમ અને પ્રક્રિયાઓનું નિર્માણ કરશે કે તેમના સાથે કોઈ પણ સ્થિતિ, પ્રશિક્ષણ, પદોન્નતિ અને સ્થાનાંતરણ, પોસ્ટિંગ સ્તરના મામલાઓમાં ભેદભાવ ન કરવામાં આવે.

ઓડિશા પોલીસ ભરતી બોર્ડે જૂન મહિનામાં ટ્રાન્સજેન્ડર્સને સબ ઈન્સ્પેકટરના પદ માટે આવેદન કરવાની અનુમતિ આપી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે, ૪૭૭ ખાલી પદો માટે ૨૬ ટ્રાન્સજેન્ડર ઉમેદવારોએ ઓનલાઈન અરજી જમા કરાવી છે.

(3:16 pm IST)