Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

ગ્રેજયુએશનમાં પ૦ ટકાથી ઓછા માર્કસવાળાને શિક્ષક - હેડ માસ્તર બનવાની તક આપો

અલ્હાબાદ હાઇકોર્ટનો આદેશ

પ્રયાગરાજ તા. ૭: અલ્હાબાદ હાઇકોર્ટે બિન સરકારી જુનીયર હાઇસ્કૂલો માટે ૧૭ ઓકટોબરે ૧૮૯૪ જગ્યાઓ માટે આયોજીત ભરતી પરીક્ષામાં ગ્રેજયુએશનમાં પ૦ ટકાથી ઓછા માર્કવાળાને પણ સામેલ કરવાનો આદેશ આપ્યો છે.

ડઝનબંધ અરજદારોએ અપીલ દાખલ કરીને પરિણામાં બેસવાની પરવાનગી માંગી હતી. અરજદારોના વકીલ અગ્ની હોત્રી કુમાર ત્રિપાઠીનું કહેવું હતું કે પ૦ ટકાથી ઓછા માર્કવાળા અરજદારોને પણ પરીક્ષામાં સામેલ થવાની પરવાનગી આપવામાં આવે. હાઇકોર્ટે વચગાળાના આદેશ હેઠળ આવા અરજદારોને પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી છે સાથે જ રાજય સરકાર અને અન્ય પક્ષકારો પાસેથી પણ આ બાબતે જવાબ માંગ્યો છે.

(3:09 pm IST)