Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

નવરાત્રિનો પ્રારંભનવરાત્રિનો પ્રારંભ

૪૨ વર્ષથી પીએમ મોદી નવરાત્રિના ઉપવાસ કરે છે

ઉપવાસ દરમિયાન તેઓ માત્ર લીંબુ પાણી પીએ છે અને સાંજે એક વખત ફ્રુટ ખાય છે

નવી દિલ્હી, તા.૭: આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ ચુકયો છે અને આજે પહેલા દિવસે પીએમ મોદી ઋષિકેશમાં છે. ત્યાંથી તેઓ કેદારનાથ દર્શન કરવા જાય તેવી પણ અટકળો છે.

જોકે નવરાત્રિ દરમિયાન પીએમ મોદી ઉપવાસ રાખતા હોય છે. આજે તેમણે માતાજીની પૂજા કરતા હોય તેવો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને નવરાત્રિ માટે શુભકામનાઓ પાઠવી હતી.

પીએમ મોદી છેલ્લા ૪૨ વર્ષથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે. તેઓ આ દરમિયાન કયાંય પણ હોય પોતાના ઉપવાસ તોડતા નથી. ગત લોકસભા ચૂંટણી વખતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન તેમણે ૧૩ રાજયોનો પ્રવાસ કર્યો હતો અને ૨૩ રેલીઓને સંબોધન કર્યુ હતુ.

ઉપવાસ દરમિયાન તેઓ માત્ર લીંબુ પાણી પીએ છે અને સાંજે એક વખત ફ્રુટ ખાય છે. જોકે આ નવ દિવસ દરમિયાન તેઓ પહેલાની જેમ જ કામ કરે છે. તેમની દિનચર્યામાં ખાસ બદલાવ નથી હોતો.

(3:07 pm IST)