Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

વહુએ સાપ વડે સાસુની હત્યા કરી : સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો કર્યો ઈનકાર

રાજસ્થાન, તા.૭: હત્યા કરવા માટે સામાન્ય રીતે ગન, ચાકુ કે બીજા ધારદાર હથિયારોનો ઉપયોગ કરાતો હોય છે પણ એક વિચિત્ર કેસમાં એક મહિલાએ પોતાના સાસુની હત્યા કરવા માટે સાપનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.

રાજસ્થાનના આ કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને જામીન આપવાનો ઈનકાર કર્યો છે. મામલો એવો છે કે, રાજસ્થાનમાં મહિલાના લગ્ન આર્મી મેન સાથે થયા હતા પણ લગ્ન પછી પણ મહિલા તેના પ્રેમી સાથે ફોન પર સતત વાત કરતી હતી. જેનો મહિલાની સાસુ વિરોધ કરતી હતી.

મહિલાએ આખરે સાસુની હત્યાનુ કાવતરૂ ઘડી નાંખ્યુ હતુ. આ માટે મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને એક ઝેરીલા સાપની વ્યવસ્થા કરી હતી. ૨ જુન, ૨૦૧૮ના રાતે મહિલાએ સાપ જે બેગમાં હતો તેને મહિલાની બાજુમાં મુકી દીધી હતી. સવારે મહિલાની સાસુ મૃત અવસ્થામાં મળી હતી અને તેનુ મોત સાપે ડંખ મારતા થયુ હતુ.

એ પછી પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે, દ્યટના જે દિવસે બની હતી તે દિવસે મહિલા અને એક વ્યકિત વચ્ચે ૧૦૦ વખત ફોન પર વાત થઈ હતી. પોલીસે એ બાદ મહિલા અને તેના પ્રેમીની પૂછપરછ કરી હતી અને આખો કેસ સામે આવ્યો હતો.

આ કેસમાં આરોપીઓની જામીન અરજી સુપ્રીમ કોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. જોકે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપીઓને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.

(3:05 pm IST)