Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

રિક્ષાને બે પૈડાં પર ૨.૨ કિલોમીટર ચલાવીને બનાવ્યો રેકોર્ડ

મુંબઇ, તા.૭: ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેને જ સ્થાન મળે છે જે તેમની પસંદના ક્ષેત્રમાં કાંઈક આગવું કરી બતાવે. વળી આગળ સેટ કરેલો રેકોર્ડ બ્રેક કરનારાઓને પણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળે છે.

હાલમાં જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક જૂના રેકોર્ડ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. હાલમાં વર્ષ ૨૦૧૫ની એક વિડિયો કિલપ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં જગદીશ મણિ નામના એક ઓટોરિક્ષાચાલકે લગભગ ૨.૨ કિલોમીટર સુધી રિક્ષાને બે પૈડાં પર દોડાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

અત્યાર સુધીમાં આ વિડિયોને ૨.૯ લાખ વ્યુઝ મળ્યા છે તેમ જ અસંખ્ય કમેન્ટ્સ મળી છે. ઇન્સ્ટાગ્રામના એક યુઝરે લખ્યું છે કે આવા કરતબ માત્ર ભારતીયો જ કરી શકે.

(3:05 pm IST)