Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

લખીમપુર ખેરી : સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો : યુપી સરકારના વકીલ પાસે એફઆઈઆરની તથા અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ પેન્ડીંગ પિટિશનની વિગતો માંગી : ઘટનાને દુઃખદ ગણાવી : આવતીકાલ શુક્રવારે સુનાવણી

ન્યુદિલ્હી : લખીમપુર ખેરીમાં બનેલી હિંસક ઘટના અને તેથી થયેલા 8 દેખાવકારોને મોત મામલે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. તથા યુપી સરકારના વકીલ પાસે એફઆઈઆરની તથા અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ પેન્ડીંગ પિટિશનની વિગતો માંગી છે. નામદાર કોર્ટે ઘટનાને દુઃખદ ગણાવી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એન.વી. રમનાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને ઉત્તર પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા વધારાના એડવોકેટ જનરલ (AAG) ગરિમા પ્રશાદને એફઆઈઆરની સ્થિતિ તેમજ વિગતો અંગે તથા અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ પડતર અરજીઓ વિશે માહિતી મેળવવા નિર્દેશ આપ્યો છે.

નામદાર કોર્ટે કહ્યું હતું કે આપણે એ જાણવાની જરૂર છે કે આરોપી કોણ છે જેની સામે FIR નોંધવામાં આવી છે. અને કોની ધરપકડ કરવામાં આવી  છે.  આ અંગેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી છે. આવતીકાલ શુક્રવારે આ કેસની ફરી સુનાવણી થશે

ઉલ્લેખનીય છે કે જે ખેડૂતો સહિત આઠ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે તેઓ પૈકી ચારને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાના ફોર-વ્હીલર દ્વારા કચડી નાખવામાં આવ્યા હોવાનો આરોપ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:34 pm IST)