Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

લખીમપુર ખેરી હિંસાની તપાસ માટે યુપી સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરી : બે મહિનાના સમયગાળામાં રિપોર્ટ રજૂ કરશે

અલ્હાબાદ : લખીમપુર ખેરી હિંસાની તપાસ માટે યુપી સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરી છે. નિવૃત્ત જજ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવ બે મહિનાના સમયગાળામાં રિપોર્ટ રજૂ કરશે .

નોંધનીય છે કે તાજેતરમાં જ લખીમપુર ખેરી હિંસક ઘટનામાં આઠ લોકો માર્યા ગયા હતા, જેમાંથી ચારને કથિત રીતે વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, જે કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અજય કુમાર મિશ્રાના પુત્ર દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. તેવો આરોપ છે.

આ સાથે અલ્હાબાદ હાઇકોર્ટ સમક્ષ એક પત્ર પિટિશન પણ દાખલ કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં લખીમપુર ખેરીની હિંસક ઘટનાની સીબીઆઇ તપાસની માંગણી કરવામાં આવી છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:33 pm IST)