Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

બેંકોમાં વધી રહેલા એનપીએ માટે ગાઇડ લાઇન નક્કી કરવા સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી : એક્સપર્ટ કમિટીની રચના કરવા અરજ ગુજારી હતી : રિઝર્વ બેન્કે કમિટીની નિમણુંક કરેલી હોવાથી કોર્ટ તેમાં દખલ કરી શકે નહીં : સુબ્રમણ્યમ સ્વામીને આરબીઆઇ સમક્ષ રજુઆત કરવા મંજૂરી આપી

ન્યુદિલ્હી : બેંકોમાં વધી રહેલા એનપીએ માટે ગાઇડ લાઇન નક્કી કરવા સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.નામદાર કોર્ટે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કે આ માટે કમિટીની નિમણુંક કરેલી હોવાથી કોર્ટ તેમાં દખલ કરી શકે નહીં . આ પોલિસી મેટર છે.સાથોસાથ તેઓને આરબીઆઇ સમક્ષ રજુઆત કરવા મંજૂરી આપી હતી.

ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ, વિક્રમ નાથ અને બીવી નાગરથનાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે તે મુખ્ય નીતિનું ક્ષેત્ર છે અને તેથી કોર્ટ તે સંદર્ભમાં માર્ગદર્શિકા બનાવી શકતી નથી. કલમ 32 હેઠળ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવાનો ઇનકાર કરતી વખતે, બેન્ચે જો કે જણાવ્યું હતું કે સ્વામી ભારતીય રિઝર્વ બેન્ક સમક્ષ રજૂઆત કરવાની સ્વતંત્રતામાં રહેશે કે જે વધતી જતી એનપીએના મુદ્દાને ઉકેલવા માટે હાલની માર્ગદર્શિકામાં ફેરફારની માંગ કરે .

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં અરજ ગુજારવા ભાજપ સંસદ ડો.સુબ્રમણિયમ રૂબરૂ હાજર થયા હતા.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)