Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

IOCLએ આજે ફરી વધાર્યા પેટ્રોલ - ડીઝલના રેટ

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ ઉપર

નવી દિલ્હી તા. ૭ : સરકારી ઓઇલ કંપનીઓએ આજે સતત સાતમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. IOCLની વેબસાઇટ મુજબ, દેશની રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલ ૧૦૩.૨૪ રૂપિયા અને ડીઝલ ૯૧.૭૭ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચું ગયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. બીજી તરફ, ડીઝલના ભાવમાં આજે ૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

નોંધનીય છે કે, કાલે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. હાલમાં દેશના ૨૬ રાજયોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયું છે.

અમદાવાદ - પેટ્રોલ ૧૦૦.૦૪ રૂપિયા અને ડીઝલ ૯૮.૯૦ રૂપિયા પ્રતિ લીટર, સુરત - પેટ્રોલ ૯૯.૬૦ રૂપિયા અને ડીઝલ ૯૮.૪૦ રૂપિયા પ્રતિ લીટર, રાજકોટ - પેટ્રોલ ૯૯.૭૯ રૂપિયા અને ડીઝલ ૯૮.૬૮ રૂપિયા પ્રતિ લીટર, વડોદરા - પેટ્રોલ ૯૯.૩૮ રૂપિયા અને ડીઝલ ૯૮.૧૭ રૂપિયા પ્રતિ લીટર, દિલ્હી પેટ્રોલ ૧૦૩.૨૪ રૂપિયા અને ડીઝલ ૯૧.૭૭ રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ પેટ્રોલ ૧૦૯.૨૫ રૂપિયા અને ડીઝલ ૯૯.૫૫ રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈ પેટ્રોલ ૧૦૦.૭૫ રૂપિયા અને ડીઝલ ૯૬.૨૬ રૂપિયા પ્રતિ લીટર, કોલકાતા પેટ્રોલ ૧૦૩.૯૪ રૂપિયા અને ડીઝલ ૯૪.૮૮ રૂપિયા પ્રતિ લીટર થયું છે.પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. સોમવારે જ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની પાસે ભાવ વધારવાથી બચવાનો વિકલ્પ નથી અને ઈન્ટરનેશનલ કિંમતોમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર તેનું ભારણ નાખવા મજબૂર છે.

(11:33 am IST)