Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પાકિસ્તાનમાં ૬.૦ તીવ્રતાનો ભૂકંપ : ૨૦ લોકોના મોત

રાત્રે ૩.૩૦ વાગ્યે ધરતી ધ્રૂજતા ઘણા લોકો ઉંઘમાં જ મોતને ભેટયા : વીજળી ડુલ થતાં હોસ્પિટલોમાં પણ અંધારપટ

ઈસ્લામાબાદ તા. ૭ : દક્ષિણ પાકિસ્તાનના હરનઇ વિસ્તારમાં ગુરૂવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૦ માપવામાં આવી. ભૂકંપનમાં ઓછામાં ઓછા ૨૦૦ લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થવાના પણ અહેવાલ છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ, ભૂકંપના આંચકા આજે સવારે ૩ૅં૩૦ વાગ્યે અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર લગભગ ૨૦ કિલીમીટર (૧૨ માઇલ) જમીનની નીચે હતું. હરનઈ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલું છે. ભૂકંપના તાજા આંચકાઓથી અનેક મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. તેની તીવ્રતા ઘણી તેજ હતી અને આસપાસના અનેક જિલ્લાઓમાં નુકસાનની વાત સામે આવી રહી છે.

પ્રાંતીય સરકારના એક વરિષ્ઠ અધિકારી સુહૈલ અનવર હાશમીએ જણાવ્યું કે, છત અને દીવાલો પડવાથી અનેક લોકોનાં મોત થયા છે. મરનારાઓમાં એક મહિલા અને ૬ બાળકો પણ સામેલ છે. લોકોની મદદ અને બચાવ કાર્ય માટે કવેટાથી ભારે મશીનરી રવાના કરી દેવામાં આવી છે. હાલ ઘાયલ લોકોને હરનઈની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પાકિસ્તાની મીડિયાથી આવી રહેલા સમાચાર મુજબ, હરનઈની હોસ્પિટલોમાં વીજળી નથી. ત્યાં ઘાયલ લોકોના પરિજનો મોબાઇલ ટોર્ચના પ્રકાશથી સારવાર કરાવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભૂકંપની અસર અનેક જિલ્લાઓમાં છે, એવામાં ઘાયલોનો ચોક્કસ સંખ્યા જણાવવી શકય નથી.

ભૂકંપ બાદ સોશિયલ મીડિયા પર અનેક તસવીરો સામે આવી છે. લોકો ભૂકંપના આંચકા બાદ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે.

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા બાદ રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

(11:43 am IST)