Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત ૧૪મા વર્ષે સૌથી અમીર ભારતીય

ફોર્બ્સે વર્ષ ૨૦૨૧ માટે ભારતના ૧૦ સૌથી અમીર અબજપતિઓની યાદી જાહેર કરી :મુકેશ અંબાણી ૯૨.૭ બિલિયન નેટ વર્થ સાથે શિખર પર, બીજા સ્થાને ગૌતમ અદાણી

નવી દિલ્હી તા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૯૨.૭  બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના ૧૦ સૌથી અમીર અબજપતિઓની ફોર્બ્સની યાદીમાં સૌથી ઉપર છે. મુકેશ અંબાણી સતત ૧૪માં વર્ષેથી ભારતના સૌથી અમીર હસ્તીઓની યાદીમાં શિખર પર રહ્યા છે. ત્યારબાદ અદાણી સમૂહના પ્રમુખ ગૌતમ અદાણી છે તેમની નેથ વર્થ ૭૪.૮ બિલિયન ડોલર છે. સાવિત્રી જિંદાલએ ટોપ ૧૦ની યાદીમાં ૧૮ બિલિયન નેથ વર્થ સાથે ફરીથી સ્થાન મેળવ્યું છે. ચાર ફાર્મા બિલિયોનેરની સંપત્ત્િ।માં ધોવાણ પણ થયું છે. ભારતના ૧૦૦ અમીર હસ્તીઓની કુલ સંપત્ત્િ। હવે ૭૭૫ બિલિયન ડોલર થઈ ગઈ છે.

ફોર્બ્સના રિપોર્ટ મુજબ, ભારત કોવિડ-૧૯દ્ગક બીજી લહેરના કારમા કહેરમાંથી બહાર આવી ગયો છે જેના કારણે રોકાણકારો દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ઇકોનોમી પર ફરીથી ભરોસો મૂકી રહ્યા છે. શેર માર્કેટમાં જોવા મળી રહેલી તેજીની વચ્ચે ભારતના સૌથી ધનાઢ્ય ૧૦૦ હસ્તીઓની સંયુકત સંપત્ત્િ। ૭૭૫ બિલિયન અમેરિકન ડોલરે પહોંચી છે. નોંધનીય છે કે, છેલ્લા ૧૨ મહિનામાં ધનાઢ્ય હસ્તીઓની સંપત્ત્િ।માં ૫૦ ટકા એટલે કે ૨૫૭ બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યકિતના સ્થાન પર બરકરાર છે. ફોર્બ્સની વર્ષ ૨૦૨૧ માટે ભારતના ૧૦ સૌથી અમીર અબજપતિઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં મુકેશ અંબાણી પહેલા સ્થાન પર છે. મુકેશ અંબાણીની નેટ વર્થ ૯૨.૭ બિલિયન ડોલર છે. મુકેશ અંબાણી ગેસ, ઓઇલની સાથે ટેલિકોમ અને રિટેલ સેકટરમાં પણ છે. નોંધનીય છે કે, મુકેશ અંબાણી વર્ષ ૨૦૦૮થી ભારતના સૌથી અમીર વ્યકિતના સ્થાન પર બરકરાર છે.

ગૌતમ અદાણી આ યાદીમાં બીજા સ્થાન પર છે. અદાણીની નેટ વર્થ ૭૪.૮ બિલિયન ડોલર છે. ગૌતમ અદાણી સતત ત્રીજા વર્ષે બીજા સ્થાન પર બરકરાર છે. તેમની સંપત્ત્િ।માં પણ ત્રણ ગણો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્રીજા સ્થાન પર ૩૧ બિલિયન ડોલરની નેથ વર્થ સાથે શિવ નાદર છે જેઓ સોફટવેર જાયન્ટ કંપની એચસીએલ ટેકનોલોજીના ફાઉન્ડર છે. શિવ નાદરની નેટ વર્થમાં ૧૦.૬ બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે અને તેમની કુલ નેટ વર્થ ૩૧ બિલિયન ડોલર થઈ ગઈ છે.

ડી-માર્ટ રિટેલ ચેઇનના માલિક રાધાકૃષ્ણ દમાણી ભારતના સૌથી ધનાઢ્ય હસ્તીઓની યાદીમાં ચોથા સ્થાન પર છે. દમાણીની સંપત્ત્િ। ૧૫.૪ બિલિયન ડોલરથી બમણી થઈને ૨૯.૪ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.

ફોર્બ્સે વર્ષ ૨૦૨૧ માટે ભારતના ૧૦ સૌથી અમીર અબજપતિઓની જાહેર કરેલ યાદી

 

 

 

રેન્ક

નામ

કંપની                        નેથ વર્થ

 

 

 

                               (બિલિયન ડોલરમાં)

 

મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

૯૨.૭

ગૌતમ અદાણી

અદાણી ગ્રુપ

૭૪.૮

શિવ નાદર

એચસીએલ ટેકનોલોજી

૩૧

રાધાકૃષ્ણ દમાણી

એવન્યૂ સુપરમાર્કેટ

૨૯.૪

સાયરસ પૂનાવાલા

સિરમ ઇન્ટીટયૂટ

૧૯

લક્ષ્મી મિત્ત્।લ

આર્સેલરમિત્ત્।લ

૧૮.૮

સાવિત્રી જિંદલ

ઓ પી જિંદાલ ગ્રુપ

૧૮

ઉદય કોટક

કોટક મહિન્દ્રા બેંક

૧૬.૫

પલોનજી મિસ્ત્રી

શપૂરજી પલોનજી ગ્રુપ

૧૬.૪

૧૦

કુમાર બિરલા

આદિત્ય બિરલા ગ્રુપ

૧૫.૮

(11:32 am IST)