Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

સરકારને વડિલોની ચિંતા : હવે વિનામૂલ્‍યે આપશે મેડિકલ કિટ : જન ઔષધિ કેન્‍દ્રો પર થશે ફ્રી મેડિકલ ચેકઅપ

૭૫ વર્ષથી ઉપરના વૃધ્‍ધોને લાભ : ૧૦ ઓકટોબરથી યોજના શરૂ

નવી દિલ્‍હી,તા.૭ : આઝાદીના અમૃત મહોત્‍સવના અવસર પર સરકાર ૭૫ વર્ષથી વધુ વયના લોકોને મફતમાં મેડીકલ કીટ આપશે. ૧૦ ઓકટોબરે દેશભરના પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્‍દ્રો દ્વારા આ મેડીકલ કીટ વહેચવામાં આવશે. આ સાથે જ જન ઔષધિ કેન્‍દ્રો પર ફ્રી મેડીકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવશે.પ્રધાનમંત્રી જન ઔષધી કેન્‍દ્રનું સંચાલન કરતા રસાયણ અને ખાતર મંત્રાલય અનુસાર આવતા સપ્તાહે આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિતે આખા દેશમાં ઘણા કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.
રસાયણ અને ખાતર મંત્રાલયના એક સીનીયર અધિકારીએ કહ્યુ કે દેશમાં બધા ૮૩૦૦ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્‍દ્રો પર ૧૦ ઓકટોબરે ૭૫ વર્ષથી વધુ વયના લોકોને મફત જનઔષધિ કેન્‍દ્રો  પર ૧૦ ઓકટોબરે ૭૫ વર્ષથી વધુ વયના લોકોને મફત મેડીકલ કીટનું વિતરણ કરવામાં આવશે. જો કે તેમણે એ નથી જણાવ્‍યુ કે આ મેડીકલ કીટનું વિતરણ કઇ-કઇ દવાઓ અથવા સાધનો હશે. તેમના અનુસાર આગામી એક બે દિવસમાં અને અંતિમ રૂપ આપી દેવાશે.
ઉલ્લેખનીય વાત એ છે કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્‍દ્ર આખા દેશમાં સસ્‍તી જેનરીક દવાઓ ઉપલબ્‍ધ કરાવવા માટે રસાયણ અને ખાતર મંત્રાલય સંચાલિત કરે છે. એક સીનીયર અધિકારીએ કહ્યુ કે માર્ચ ૨૦૨૨ સુધીમાં આખા દેશમાં ૮૩૦૦ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્‍દ્રો ખોલવાનું લક્ષ્ય હતુ પણ સપ્‍ટેમ્‍બરમાં જ તે હાંસલ થઇ ગયું છે.સરકારે ૨૦૨૪ સુધીમાં આખા દેશમાં ૧૦,૦૦૦ જનઔષધિ કેન્‍દ્રો ખોલવાનું લક્ષ્ય રાખ્‍યું છે પણ તેની વધતી જતી લોકપ્રિયતા અને માંગને  જોતા મંત્રાલયે હવે તેની સંખ્‍યા વધુ વધારવા પર વિચાર કરી રહ્યુ છે.


 

(10:53 am IST)