Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

પાકિસ્‍તાનમાં સેનામાં મોટી ફેરબદલઃ જનરલ નદીમ અહમદ અંજુમ ISI ના નવા ચીફ

લેફટનન્‍ટ જનરલ અંજુમ પહેલા કરાંચીના કોર કમાન્‍ડર હતા

કરાંચી,તા. ૭ : પાકિસ્‍તાન સેનમાં મોટા સૈન્‍ય બદલાવ થઇ રહ્યા છે. લેફ્‌ટનન્‍ટ જનરલ નદીમ અહમદ અંજુમ ને ઇન્‍ટર સર્વિસીસ ઇન્‍ટેલિજન્‍સ (ISI) ના નવા ચીફ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. જયારે ISI ના પૂર્વ મહાનિર્દેશક લેફ્‌ટનન્‍ટ જનરલ ફૈઝ હમીદને પેશાવરના કોર કમાન્‍ડર તરીકે નિયુક્‍તિ કરવામાં આવી છે. ISI પબ્‍લિક રિલેશન્‍સ દ્વારા અન્‍ય એક પોસ્‍ટની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્‍યું હતું કે, લેફ્‌ટનન્‍ટ જનરલ મહોમ્‍મદ સૈયદને કરાંચીના કોર કમાન્‍ડર રૂપે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે તો લેફ્‌ટનન્‍ટ જનરલ નૌમાન મહોમ્‍મદને રાષ્ટ્રીય રક્ષા વિશ્વ વિદ્યાલયના અધ્‍યક્ષ તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. મેજર જનરલ અસીમ મલિકને જનરલના પદ પર પદોન્નતિ કરવામાં આવી છે અને સાથે એનાના એડજોઈન્‍ટ જનરલ તરીકે નિયુક્‍તિ કરવામાં આવી છે.
આ પહેલા ISPR એ જાહેરાત કરી છે કે, લેફ્‌ટનન્‍ટ જનરલ મહોમ્‍મદ આમીરને ગુજરાવાલા કોર કમાન્‍ડર રૂપે તૈનાત કરવામાં આવ્‍યા છે જયારે લેફ્‌ટનન્‍ટ જનરલ અસીમ મુનીરને ક્‍વાર્ટર માસ્‍તર જનરલના રૂપે નિયુક્‍તિ કરવામાં આવી છે. ISIના મહાનિર્દેશકની નિયુક્‍તિ કરવી તે વડાપ્રધાનના વિશેષ અધિકાર હેઠળ આવે છે. વડાપ્રધાન દ્વારા સેના પ્રમુખ સાથે વિચાર વિમર્શ કરીને ISI ના નામને પસંદ કરવામાં આવે છે.
લેફ્‌ટનન્‍ટ જનરલ અંજુમ પેહલા કરાંચીના કોર કમાન્‍ડર હતા. તેમને સપ્‍ટેમ્‍બર ૨૦૧૯માં લેફ્‌ટનન્‍ટ જનરલના પદ પર પ્રમોટ કરવામાં આવ્‍યા હતા. પાકિસ્‍તાન મિલીટરી એકેડમીના ૭૮માં લોન્‍ગ કોર્સ અને પંજાબ રેજીમેન્‍ટથી આવનારા લેફ્‌ટનન્‍ટ જનરલ અંજુમે કમાન્‍ડ એન્‍ડ સ્‍ટાફ કોલેજ, ક્‍વેટામાં કમાન્‍ડન્‍ટ રૂપે કામ કર્યું છે. અંજુમે ISI ની કમાન સંભાળતા પહેલા  તેઓ બલુચિસ્‍તાન ફ્રન્‍ટીયર કોર્પ્‍સ (ઉત્તર)ના મહાનિર્દેશક રહી ચૂક્‍યા છે અને તેમની આગેવાની હેઠળ ત્‍યાં સફળ આતંકવાદ વિરોધી અભિયાન પણ ચલાવવામાં આવ્‍યા હતા.
તેમને વિશેષ સેવાઓ આપવા બદલ ‘મોહસિન-એ-બલુચિસ્‍તાન'ની પદવીથી પણ નવાજવામાં આવ્‍યા હતા. એક અહેવાલ પ્રમાણે તેમણે ‘ગ્‍લેશિયર દિમાગ વાલા આદમી' તરીકે પણ લોકો બોલાવતા હોય છે. તેઓ ખૂબ જ સારા શ્રોતા છે. તેઓ કલાકોના કલાકો સુધી વસ્‍તુઓને જોયા કરે છે અને બહુ જ સંક્ષિપ્ત રૂપે તેઓ બોલતા નજરે પડે છે.


 

(10:50 am IST)