Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

હવે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ ઓક્સિજનની અછત નહીં રહે :મનીષ સિસોદિયા

પીએસએ પ્લાન્ટની સ્થાપના કરતી વખતે કહ્યું કે જો સરકારોની ઇચ્છાશક્તિ હોય તો લોકોના કામો કરવા માટે ભંડોળની અછત નહીં રહે

નવી દિલ્હી : કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે, દેશભરમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જેના કારણે, દિલ્હીમાં પણ ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, પરંતુ જો કોરોના વાયરસની ત્રીજી લહેર આવે તો પણ આ વખતે રાજધાનીમાં લોકોને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડશે નહીં. દિલ્હી સરકારે અત્યાર સુધીમાં 27 પીએસસી પ્લાન્ટ અને બે ક્રાયોજેનિક પ્લાન્ટ્સ સ્થાપ્યા છે. તેમની મદદથી, ઓક્સિજનની કોઈપણ જરૂરિયાત પૂરી કરી શકાય છે.

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પીએસએ પ્લાન્ટની સ્થાપના કરતી વખતે કહ્યું કે જો સરકારોની ઇચ્છાશક્તિ હોય તો લોકોના કામો કરવા માટે ભંડોળની અછત નહીં રહે. દિલ્હી સરકારે રાજધાનીમાં આરોગ્ય સુવિધાઓમાં સતત વધારો કર્યો છે. હવે રાજધાનીને ઓક્સિજનના અભાવ જેવી કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડશે નહીં.

વધુમાં તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 27 પીએસસી પ્લાન્ટ્સ અને બે ક્રાયોજેનિક પ્લાન્ટ્સ ચાલુ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ સાથે, દિલ્હીની ઓક્સિજનની જરૂરિયાતો પૂરી થશે એટલું જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારમાં ઓક્સિજનની અછતની સ્થિતિમાં પણ તે પૂરી પાડી શકાય છે.

(12:52 am IST)