Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 25 વર્ષમાં પહેલી વખત અમેરિકાના ટોચના 400 ધનિકોની યાદીમાંથી બહાર

કોવિડ-19ના લીધે ટ્રમ્પની મિલકતમાં 60 કરોડ ડોલરનો ઘટાડો થયો

વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા 25 વર્ષમાં પહેલી વખત અમેરિકાના ટોચના 400 ધનિકોની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. આમ ટ્રમ્પને અમેરિકાનું પ્રમુખપદ મોંઘુ પડયું છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે કોવિડ-19ના લીધે ટ્રમ્પની મિલકતમાં 60 કરોડ ડોલરનો ઘટાડો થયો હતો. ટ્રમ્પની સંપત્તિ 2.5 અબજ ડોલર હતી. આમ તે ટોચના 400 ધનિકો માટેની કટ-ઓફ રકમ કરતાં 40 કરોડ ડોલર ઓછી હતી. ટ્રમ્પ પાસે તેમના ચૂંટણીના વર્ષમાં આ યાદીમાં સ્થાન જાળવી રાખવા માટેની સુવર્ણ તક હતી.

ફોર્બ્સના રિપોર્ટે જણાવ્યું હતું કે ૨૦૧૬ની ચૂંટણી વખતે ફેડરલ એથિક્સના અધિકારીઓએ ટ્રમ્પને તેની રિયલ એસ્ટેટમાંથી હિસ્સો કાઢવાની ફરજ પાડી હતી. આના ભાગરુપે તેમણે બ્રોડ બેઝ ધરાવતા ઇન્ડેક્સ ફંડમાં તે રકમનું રોકાણ કર્યુ હતુ અને આ રીતે હિતોના સંઘર્ષની સ્થિતિ ટાળી હતી.

જો કે ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખે આ રોકાણ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. તે સમયે તેમની એસેટ ૩.૫ અબજ ડોલર હતી. મેગેઝિને જણાવ્યું હતું કે જો ટ્રમ્પ આ માટે કોઈને જવાબદાર ગણવા માંગતા હોય તો તેમણે પોતાના તરફ જ આંગળી ચીંધવી જોઈએ.

(12:17 am IST)