Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

કાશ્મીરી પંડિતની હત્યા : પુત્રીએ આતંકીઓને કહ્યું -તમે પાછળથી ગોળી મારી શકો છો,હિંમત હોય તો સામે આવીને મારો સામનો કરો

આતંકીઓએ કાશ્મીરી પંડિત અને વેપારી માખનલાલ બિંદરૂની ગોળીઓ મારીને હત્યા કરી

શ્રીનગર :  કાશ્મીર ખીણમાં પંડિતો સામે આતંકીઓની હિંસા યથાવત છે. શ્રીનગરના લાલ ચોકમાં મંગળવારે સાંજે આતંકીઓએ કાશ્મીરી પંડિત અને વેપારી માખનલાલ બિંદરૂની ગોળીઓ મારીને હત્યા કરી હતી.

તેમની પુત્રી ડો.શ્રધ્ધા બિંદરૂએ આ જઘન્ય અપરાધ પર કહ્યુ છે કે, મારા પિતા ક્યારેય નહીં મરે. તેમના શરીરને આતંકીઓ મારી શકે છે પણ મારા પિતાનો આત્મા હંમેશા જીવતો હશે.

તેમણે આતંકીને સંબોધીને કહ્યુ હતુ કે, હિંમત હોય તો સામે આવો, તમે પથ્થર ફેંકી શકો છો અથવા તો પાછળથી ગોળી મારી શકો છો, હિંમત હોય તો સામે આવીને મારો સામનો કરો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે ત્રણ અલગ અલગ જગ્યાએ આતંકીઓએ કરેલા હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં કાશ્મીરી પંડિત સમુદાયના માખન લાલ બિદરૂનો પણ સમાવેશ થતો હતો.

(12:11 am IST)