Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

દુબઈના રાજવી કમ વડાપ્રધાન પણ પેગાસસ સ્પાઈવેરકાંડમાં ફસાયા: પૂર્વ પત્ની હયાનો ફોન ટેપ કરતા હોવાનું બહાર આવતા ખળભળાટ

અત્યંત વિવાદાસ્પદ અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી ચૂકેલ ઇઝરાઇલના પેગાસસ  સ્પાઈવેરની મદદથી દુબઈના રાજાએ તેની પૂર્વ પત્ની "હયા"નો ફોન હેક કર્યાનું જાણવા  બહાર આવતા મોટો  ખળભળાટ મચી ગયો છે. શેખ મોહમ્મદ બિન રશીદ અલ મુખતુમ વતી કામ કરતા એજન્ટ દ્વારા હયા અને અન્ય તેના પાંચ સાથીદારોનો ફોન હેક કર્યાનું દુબઈના આ શાસક રાજવી પરિવારના પ્રેસિડેન્ટને માલૂમ પડયું છે. બ્રિટનના  ગાઢ સાથીદાર એવા દુબઈના રાજવી શેખ મોહમ્મદ બિન રશીદ અલમખતુમ, યુનાઇટેડ આરબ અમીરાતના વડાપ્રધાન પણ છે. આ ફોન હેકિંગનો બનાવ ત્યારે બન્યો હતો જ્યારે દુબઈના રાજવી તેની પૂર્વ પત્ની હયા સાથે તેના બંને સંતાનોની સુખાકારી સંદર્ભે લંડનની કોર્ટમાં કાનૂની લડત લડી રહ્યા હતા.

(11:02 pm IST)