Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

યુપીના લખીમપુરમાં થયેલી હિંસામાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો :કાલે CJI ની બેંચ કરશે સુનાવણી

કિસાનોનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાએ કિસાનોને ગાડીથી કચડીને મારી નાખ્યા

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી હિંસામાં સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્ય કાંત અને હીમા કોહલીની બેંચ ગુરૂવારે આ મામલા પર સુનાવણી કરશે. રવિવારે થયેલી હિંસામાં 4 કિસાનો સહિત 9 લોકોના મોત થયા હતા

કિસાનોનો આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાએ કિસાનોને ગાડીથી કચડીને મારી નાખ્યા, જ્યારે મંત્રીના પુત્રનો દાવો છે કે તે ઘટનાસ્થળ પર હાજર હતો નહીં. ત્યારબાદ ગુસ્સામાં આવેલા કિસાનોએ તોડફોડ અને આગચાંપી કરી હતી. કેન્દ્રીય મંત્રીના ડ્રાઇવર સિવાય ભાજપના 3 કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી હતી. કવરેજ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા એક પત્રકારનું પણ બીજા દિવસે મોત થયું હતું.

લખીમપુર ખીરી હિંસા મામલામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા અને 15-20 અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં લખ્યું છે, 3 ઓક્ટોબર 2021ના કિસાન અને મજૂર કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય મિશ્રા અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય શાસન ઉત્તર પ્રદેશ વિરુદ્ધ કાળા ઝંડા દેખાડવા માટે મહારાજા અગ્રસેન ઇન્ટર કોલેજ, ક્રીડા સ્થળ, તિકુનિયા ખીરી પર શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા. ઘટના ત્રણ કલાકની છે.

એફઆઈઆરમાં આગળ લખ્યું છે- તે સમયે કેન્દ્રીય ગૃહ મંત્રીના પુત્ર આશીષ ફર્ફ મોનૂ પોતાના ત્રણ-ચાર વાહનો પર સવાર 15-20 અજાણ્યા હથિયારથી લેસ વ્યક્તિઓ સાથે બનવીરપુરથી સભા સ્થળ તરફ તીવ્ર ગતિથી આવ્યા. આશીષ મિશ્રા ઉર્ફે ટોની પોતાની થાર મહિન્દ્રા ગાડીમાં બાડી સીટ પર બેસી ફાયરિંગ કરતા, ભીડને ઉલાળતા આગળ વધ્યા. ફાયરિંગને કારણે કિસાન ગુરવિંદર સિંહ (22 વર્ષ) નું ગોળી લાગવાથી મોત થયું. આશીષની ઝડપી ગતિથી આવતી બે ગાડીઓ નંબર UP31 AS 1000 અને UP32 KM 0036 તથા અજાણ્યું વાહન અનિયંત્રિત થઈને ખાડામાં પલ્ટી ગઈ જેનાથી અનેક રાહદરી ઈજાગ્રસ્ત થઈ ગયા. આશીષ ફાયરિંગ કરતા શેરડીમાં જઈને છુપાય ગયો, અત્યાર સુધી ચાર કિસાનોના મોત થયા છે. 
આ વચ્ચે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીએ કહ્યુ કે, જો કોઈ તેમના પુત્ર આશીષ મિશ્રાના ઘટના સ્થળે હાજર હોવાના એકપણ પૂરાવા રજૂ કરશે તો તે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેશે. બીજીતરફ કિસાન સંગઠનોનો દાવો છે કે આશીષ મિશ્રાની સાથેની એક કારે વિરોધ કરી રહેલા કિસાનોને કચડી દીધા. પરંતુ અજય મિશ્રા અને તેમના પુત્ર આશીષે દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓએ કાફલા પર હુમલો કર્યો અને એક ડ્રાઇવર અને બે ભાજપ કાર્યકર્તા સહિત ત્રણ અન્યની હત્યા કરી દીધી. અજય મિશ્રાએ કહ્યુ- અમારા સ્વયંસેવક અમારા મુખ્ય અતિથિના સ્વાગત માટે ગયા હતા અને હું તેમની સાથે હતો. તે સમયે કેટલાક અસામાજિક તત્વોના કાફલા પર હુમલો કરી દીધો, આ દરમિયાન કારના ચાલકને ઈજા થઈ અને તેણે સંતુલન ગુમાવી દીધુ. જેના પરિણામસ્વરૂપ કાર પલટી ગઈ હતી

(12:00 am IST)