Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

લાલુ પ્રસાદ યાદવ પરિવારમાં બે ફાડીયા :તેજ પ્રતાપ યાદવની RJDમાંથી હકાલપટ્ટી : વરિષ્ઠ નેતાનો દાવો

તેજપ્રતાપ યાદવને પાર્ટીના સત્તાવાર પ્રતીક લાલટેનનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવી : આરજેડીમાં પાર્ટીનો વારસો સંપૂર્ણપણે તેજસ્વીને સોંપાયો

રાષ્ટ્રીય જનતા દલ (RJD)માં પણ બધુ બરાબર નથી ચાલી રહ્યું. પાર્ટીમાં અંદરખાને લડાઈ ચરમ પર છે, આ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ દાવો કર્યો કે તેજ પ્રતાપ યાદવ RJDમાં નથી. તેમને પાર્ટીમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે તેજપ્રતાપ યાદવને પાર્ટીના ચૂંટણી ચિન્હ લાલટેનનો ઉપયોગ કરવાની પણ મંજૂરી નથી.

પાર્ટીની અંદર તેજસ્વી અને તે પ્રતાપ વચ્ચે ચાલી રહેલા ઘમાસાનના પ્રશ્ન પર શિવાનંદ તિવારીએ મોચો ઘટસ્ફોટ કર્યો છે. બંને ભાઇઓ વચ્ચે ના વિવાદના પ્રશ્ન પર શિવાનંદ તિવારીએ જણાવ્યું કે તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે તેજપ્રતાપ યાદવને પાર્ટીના સત્તાવાર પ્રતીક લાલટેનનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે, એટલે કે લાલુ યાદવ પછી આરજેડીમાં પાર્ટીનો વારસો સંપૂર્ણપણે તેજસ્વીને સોંપવામાં આવ્યો છે.

આ વચ્ચે બિહારમાં પેટાચૂંટણીને લઇ મહાગઠબંધન વચ્ચેનું અંતર વધતુ દેખાઇ રહ્યું છે. બંને બેઠકો પર ઉમેદવાર ઉતારવાની RJDની જાહેરાતથી કોંગ્રેસ નારાજ છે, RJDના આ પગલાના કારણે મહાગઠબંધનના તૂટવાના અણસાર છે.

હાજીપુર પહોંચેલા શિવાનંદ તિવારીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ શું થયું?

(12:00 am IST)