Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

વીડિયોકોન લોન કેસ મામલામાં ઇડીની મોટી કાર્યવાહી : મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરના પતિ દિપક કોચરની કરી ધરપકડ : કોર્પોરેટ જગતમાં સર્જાયો ખળભળાટ

નવી દિલ્હી : ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં દિપક કોચરની ધરપકડ કરી છે. અંદાજે દોઢ વર્ષ પહેલા બિઝનેસમેન દિપક કોચર અને તેની પત્ની ચંદ્રા કોચર વિરુદ્ધ આઈસીઆઈસી - વીડિયોકોન મામલામાં કેસ દાખલ થયો હતો ચંદ્રા કોચર આઈસીઆઈસી બેન્કના સીઈઓ રહી ચુક્યા છે. વીડિયોકોન લોન કેસ મામલામાં ઇડીની મોટી કાર્યવાહી થી ભારતના કોર્પોરેટ જગતમાં ખળભળાટ સર્જાયો છે.

મની લોન્ડરિંગ કેસમાં તાજેતરમાં ઇડીએ દિપક કોચરની પૂછપરછ કરી હતી ત્યારબાદ નવા પુરાવાના આધારે તેની ધરપકડ કરાઈ છે. આઈડીઆઈસીઆઈ બેંક-વિડીયોકોન મામલામાં આઇસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચરની સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ધરપકડ કરી હોવાનું ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું.

આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતે, ચંદા કોચર દ્વારા 1 મે, 2009 ના રોજ આઈસીઆઈસીઆઈ બેંકનું સીઇઓ પદ સંભાળ્યા પછી, તેની લોન પાસ કરવાના બદલામાં, તેની કંપની સુપ્રીમ એનર્જી દ્વારા દીપક કોચરની કંપની નૂપાવરમાં રોકાણ કર્યું હતું.

(9:57 pm IST)