Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જાપાનમાં ટાયફૂન હેશેનનો ગંભીર ખતરો : દરિયાકાંઠાના 8 લાખથી વધુ લોકોનું સ્થળાંતર : દક્ષિણ વિસ્તાર સંપૂર્ણ ખાલી કરવાનો આદેશ

તોફાનના કારણે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ તરફ જતી લગભગ 100 ફ્લાઇટ્સ રદ કરાઈ

નવી દિલ્હી: જાપાન સરકારે ટાયફૂન હેશેનના ખતરાને ધ્યાનમાં રાખી 8,10,000થી વધુ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બીજી જગ્યાએ ખસેડ્યા છે અને દરેકને સાવચેતી રાખવા જણાવ્યું છે. આ તે લોકો છે જે જાપાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં રહેતા હતા. જાપાનની સરકારે રવિવાર (6 સપ્ટેમ્બર)ના રોજ દક્ષિણ વિસ્તાર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.જાપાને આ વિસ્તારમાં આગામી સમયમાં તોફાન ટાયફૂન હેશેન ત્રાટકશે તેવી શંકા વ્યક્ત કરી છે. આ માહિતી જાપાનના સંરક્ષણ મંત્રી તારો કોનો દ્વારા આપવામાં આવી છે.

જાપાનના હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે, હું દરેકને આગ્રહ કરું છું કે તેઓ ખૂબ કાળજી લે, સ્થાનિક અધિકારીઓની સૂચનાનું પાલન કરે અને તેમના પોતાના જીવનની રક્ષા કરે. કારણ કે એકવાર તમે પવનના ક્ષેત્રમાં પ્રવેશ કરો છો તો તમે સલામત સ્થળે જઈ શકતા નથી, તો સરકારના નિયમોનું પાલન કરો.

  હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં ભારે પવન અને તોફાન પસાર થશે, ત્યાં રેકોર્ડ સ્તર પર ભારે હવાઓ અને મોજા જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે, ટાયફૂન હેશેન જાપાનના ક્યુશુ આઇલેન્ડથી 6 અથવા 7 સપ્ટેમ્બરના રોજ આવી શકે છે. આ તોફાનના કારણે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ તરફ જતી લગભગ 100 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જાપાનના સંરક્ષણ મંત્રીએ એનએચકે બ્રોડકાસ્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટાયફૂન હેશેનના કારણે કંઇપણ ઘટના ઘટી શકે છે, તો તેને સંભાળવા માટે 22 હજાર સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે

(12:00 am IST)