Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

મહાત્મા ગાંધીનું પ્રિન્ટિંગ મશીન ભોપાલમાથી ગુમ ! : મોહમ્મદ સઈદે કહ્યું - અમે પોલીસ અને રાજકારણીઓના અનેક રાઉન્ડ કર્યા

મોહમ્મદ સઈદે નેશનલ હેરાલ્ડ અખબારની શરૂઆતથી તેના બંધ થવા સુધીનો તબક્કો જોયો : કહ્યું - મહાત્મા ગાંધી લખનૌમાં આ પ્રિંટિંગ મશીનથી અખબારો છાપતા

ભોપાલ તા.07 : નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી છે. અને તેમના સમર્થક પેપર નેશનલ હેરાલ્ડને શિવરાજ સિંહ ચૌહાણ સરકારે ભોપાલમાં આપવામાં આવેલી જમીનના દુરુપયોગની તપાસના આદેશ આપ્યા છે. ત્યારે આ અંગે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, “ભાજપ માત્ર તેમને હેરાન કરવા માટે આ મામલો ઉછાળી રહ્યો છે.”

નેશનલ હેરાલ્ડ ગ્રુપનું હિન્દી અખબાર દૈનિક નવજીવન 13 ફેબ્રુઆરી 1983ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં શરૂ થયું હતું. દૈનિક નવજીવનના કર્મચારી મોહમ્મદ સઈદે દૈનિક ભાસ્કર સાથે વાત કરી અને નેશનલ હેરાલ્ડના મહાત્મા ગાંધી સાથેના જોડાણ વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે જે પ્રિન્ટિંગ મશીનથી મહાત્મા ગાંધીએ પ્રિન્ટિંગ કરી હતી. એ જ પ્રિન્ટિંગ મશીન ભોપાલ મોકલવામાં આવ્યું હતું. મોહમ્મદ સઈદ આ જૂથના કર્મચારી છે જેમણે અખબારની શરૂઆતથી તેના બંધ થવા સુધીનો તબક્કો જોયો છે.

મીડિયા સાથે વાત કરતાં મોહમ્મદ સઈદે કહ્યું, 'હિન્દી અખબાર 1983માં શરૂ થયું હતું અને મેં અખબારના નિર્માણ અને પરિભ્રમણમાં કામ કર્યું હતું. 1991 સુધી અમને પગાર મળતો રહ્યો પરંતુ રાજીવ ગાંધીના અવસાન બાદ અમને પગાર મળતો બંધ થઈ ગયો. દિલ્હીના આદેશ બાદ 10 નવેમ્બર 1992ના રોજ અખબાર બંધ કરવામાં આવ્યું હતું. જે પ્રિન્ટિંગ મશીનથી મહાત્મા ગાંધી લખનૌમાં અખબારો છાપતા હતા, તે જ મશીન ભોપાલમાં લગાવવામાં આવ્યું હતું. મશીન ગુમ થયું હતું અને આજદિન સુધી મળ્યું નથી. અમે પોલીસ અને રાજકારણીઓના અનેક રાઉન્ડ કર્યા.'

(9:13 pm IST)