Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

બૉક્સર નીતૂ સિંહે 45 થી 48 કિલોગ્રામ ભાર વજન વર્ગમાં ગૉલ્ડ મેડલ કર્યો કબ્જે

મહિલા હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો

કૉમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 10મો દિવસ છે, ભારતીય એથ્લીટોનુ શાનદાર પરફોર્મન્સ ચાલ છે. ભારત માટે વધુ એક ગૉલ્ડ બૉક્સિંગમાં આવ્યો છે. બૉક્સર નીતૂ સિંહે 45 થી 48 કિલોગ્રામ ભાર વજન વર્ગમાં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. એટલુ જ નહીં ભારત માટે હૉકીમાં પણ મેડલ આવ્યુ છે. ભારતીય મહિલા હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.

ભારતની બૉક્સર નીતૂ સિંહની મેચ 45 થી 48 કિલોગ્રામ વર્ગમા શરૂ થઇ હતી, તેમાં તેનો સામનો ઇંગ્લેન્ડની ડેમી જેડ સામે થયો હતો. આ ફાઇનલ મેચમાં નીતૂએ ગૉલ્ડન પંચ મારીને ભારતને વધુ એક ગૉલ્ડ અપાવ્યો હતો

(8:24 pm IST)