Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અમિત પંઘાલ બોક્સિંગમાં જીત્યો ગોલ્ડમેડલ : ફાઇનલમાં ઇંગ્લેન્ડના મેકડોનાલ્ડને હરાવ્યો

ટીમ ઈન્ડિયાએ બોક્સિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ;હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ;નીતુએ મહિલાઓની ફાઇનલ મેચ જીતીને ગોલ્ડ કબજે કર્યો

: ભારતના સર્વશ્રેષ્ઠ બોક્સર અમિત પંઘાલે ફાઇનલમાં ઇંગ્લેન્ડના કિરન મેકડોનાલ્ડને  હરાવ્યો હતો. આ જીત સાથે પંઘાલે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022ના 10મા દિવસની શરૂઆત ભારત માટે ઘણી સારી રહી. ટીમ ઈન્ડિયાએ બોક્સિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની નીતુએ મહિલાઓની ફાઇનલ મેચ જીતીને ગોલ્ડ કબજે કર્યો હતો. જ્યારે મેઈન્સની ફાઇનલમાં અમિત પંઘાલનો વિજય થયો હતો. અમિતે ફ્લાયવેટ કેટેગરીમાં ઈંગ્લેન્ડના મેકડોનાલ્ડને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કૉમનવેલ્થ ગેમ્સ 2022નો આજે 10મો દિવસ છે, ભારતીય એથ્લીટોનુ શાનદાર પરફોર્મન્સ ચાલ છે. ભારત માટે વધુ એક ગૉલ્ડ બૉક્સિંગમાં આવ્યો છે. બૉક્સર નીતૂ સિંહે 45 થી 48 કિલોગ્રામ ભાર વજન વર્ગમાં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. એટલુ જ નહીં ભારત માટે હૉકીમાં પણ મેડલ આવ્યુ છે. ભારતીય મહિલા હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.

ભારતની બૉક્સર નીતૂ સિંહની મેચ 45 થી 48 કિલોગ્રામ વર્ગમા શરૂ થઇ હતી, તેમાં તેનો સામનો ઇંગ્લેન્ડની ડેમી જેડ સામે થયો હતો. આ ફાઇનલ મેચમાં નીતૂએ ગૉલ્ડન પંચ મારીને ભારતને વધુ એક ગૉલ્ડ અપાવ્યો હતો.  

આ ઉપરાંત ભારતીય દીકરીઓએ વધુ એક મેડલ હૉકીમાં દેશને અપાવ્યુ છે. ભારતીય મહિલા હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને જબરદસ્ત મેચમાં હાર આપીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યુ. 

(8:23 pm IST)