Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અમરાવતી હત્યા કેસમાં કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે ખુલ્યું કનેક્શન: NIAનો મોટો ખુલાસો

અમોલ કોલ્હે મર્ડર સાથે ઈસ્લામિક સંગઠન PFIના કનેક્શનને લઈને NIAની તપાસ :બે આરોપીઓને 12 ઓગસ્ટ સુધી NIAની કસ્ટડીમાં મોકલાયા

અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યાકેસનું કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI સાથે કનેક્શન સામે આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી NIAએ આ ખુલાસો કર્યો છે. મૌલવી મુશ્ફિકનું કનેક્શન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા નામના કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળે છે. NIAએ હવે આ એંગલથી તપાસ આગળ વધારી છે કે કોલ્હે હત્યામાં આ સંગઠનની સંડોવણી કેટલી અને કેટલી હદે છે. નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા એક કેમિસ્ટની હત્યા કરવામાં આવી હતી

બીજેપી નેતા અનિલ બોંડેએ એવો દાવો કર્યો હતો કે અમોલ કોલ્હેની હત્યા પહેલા તેમને નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા માટે ધમકીઓ મળી રહી હતી. ઉદયપુરના કન્હૈયાલાલને જે રીતે ચીરી નાખવામાં આવ્યા હતા તેવી જ રીતે છરી વડે તેની હત્યા કરવામાં આવી હતી. જો પોલીસે મામલો દબાવીને સત્ય ના કહ્યું હોત તો કોલ્હેની હત્યા બાદ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા રોકી શકાઈ હોત. અપક્ષ સાંસદ નવનીત રાણાએ કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુર અને પોલીસ કમિશનર આરતી સિંહ પર પણ આરોપ લગાવ્યો હતો કે અમરાવતી પોલીસ નુપુર શર્માના સમર્થનને કારણે હત્યાનો એંગલ છુપાવી રહી છે અને હત્યાનું કારણ લૂંટને કહી રહી છે. આ પછી આ કેસ NIAને સોંપવામાં આવ્યો હતો.

અમોલ કોલ્હે મર્ડર સાથે ઈસ્લામિક સંગઠન PFIના કનેક્શનને લઈને NIAની તપાસ ચાલી રહી છે. આ કેસમાં બે આરોપીઓને 12 ઓગસ્ટ સુધી NIAની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેશ કોલ્હેની હત્યાનો માસ્ટર માઈન્ડ ઈરફાન શેખ મૌલવી મુશ્ફિક અહેમદને પોતાનો આદર્શ માને છે. PFI સાથે મૌલવી મુશ્ફિકના સંબંધની વાત સામે આવી છે. અમોલ કોલ્હેની હત્યા મુશ્ફિકના કહેવા પર નૂપુર શર્માને સમર્થન કરતી પોસ્ટ ફોરવર્ડ કરવા બદલ કરવામાં આવી હતી.

(7:27 pm IST)