Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

કોમનવેલ્‍થ ગેમ્‍સની પેરા ટેબલ ટેનીસમાં પ્રતિ‌ષ્‍ઠિત ગોલ્‍ડ મેડલ જીતીને ભાવિના પટેલે અમને ગર્વ કરવાનો વધુ એક અવસર આપ્‍યોઃ નરેન્‍દ્રભાઇ મોદીએ ટિવટ કરીને અભિનંદન પાઠવ્‍યા

- મહેસાણા જીલ્‍લાનાં વડનગર તાલુકાના સુંઢિયા ગામ અને ગુજરાતનું ગૌરવ વધાર્યુ

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં મહેસાણા જીલ્‍લાના સુંઢિયા ગામના ભાવિના પટેલે ગોલ્‍ડમેડલ જીતતા વડાપ્રધાન નરેન્‍દ્ભાઇ મોદીએ ટિવટ કરીને શુભેચ્‍છા પાઠવી હતી.  

કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે ભારતીય ખેલાડીઓ સતત ચમકતા રહ્યા છે. ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. હવે ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભાવિના પટેલે ટેબલ ટેનિલની ફાઈનલમાં નાઈજિરિયન ખેલાડીને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો.

ભાવિના પટેલ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. તેઓ ખેડુત પરીવારમાથી આવે છે. ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમને નાઈજિરિયાના ખેલાડીને 3 - 0થી હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ભાવિના પટેલે ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.અને આજે ટેબલ ટેનિલની ફાઈનલમાં ગોલ્ડ મેડલ લાવી તેમણે સમ્રગ દેશનું નામ કર્યું રોશન છે.

 

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022નો નવમો દિવસે ભારતીય એથ્લેટ્સ માટે સારો રહ્યો અને પરિણામે ભારતે મેડલ ટેબલમાં પણ પોતાનું પ્રદર્શન સુધાર્યું. 6 ઓગસ્ટ શનિવારના રોજ ભારતના ખાતામાં કુસ્તીથી લઈને એથ્લેટિક્સ અને લૉન બોલમાં કુલ 14 મેડલ આવ્યા છે. બોક્સિંગ, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને હોકીમાં ભારતના ઘણા મેડલની મહોર મારી હતી. નવમા દિવસના અંતે, ભારતે કુલ 40 ગોલ્ડ સાથે પાંચમા સ્થાને પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું. ત્યારે ભાવિના પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતની શાનમાં વધારો કર્યો છે.

મહત્વનું છે કે કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિલની ફાઈનલમાં ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. આ પ્રસંગે PM મોદીએ ભાવિનાને અભિનંદન પાઠવ્યા હતા PM મોદીએ ટ્વીટર પર ભાવિનાને અબિનંદન પાઠવતા લખ્યુ છે કે પેરા ટેબલ ટેનિસમાં પ્રતિષ્ઠિત ગોલ્ડ મેડલ જીતી ભાવિનાએ અમને ગર્વ કરવાનો વધુ એક અવસર આપ્યો છે. મને આશા છે કે તેણીની સિદ્ધિઓ ભારતના યુવાનોને ટેબલ ટેનિસમાં આગળ વધવા માટે પ્રેરિત કરશે. હું ભાવિનાને તેના આગામી પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

(4:50 pm IST)