Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ પોતાનું SSLV આઝાદી સેટેલાઇટ લોન્ચ કયુ પરંતુ ઉપગ્રહો સાથે સંપર્ક તૂટ્યો

સેટેલાઇટને 75 સ્કૂલોની 750 વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવા આવ્‍યું છેઃ સવારે 9.18 કલાકે શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી: ઇસરો મિશન કંટ્રોલ સેન્ટર સતત ડેટા લિંક હાસિલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

શ્રીહરિકોટાઃ ISRO SSLV-D1 EOS-02 Mission: ઈન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) એ પોતાના પ્રથમ નાના રોકેટ 'સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ'ને આજે લોન્સ કરી દીધુ છે. આ મિશનને SSLV-D1/EOS-02 કહેવામાં આવી રહ્યું છે. ઈસરોના રોકેટ એસએસએલવી D1 (SSLV-D1) એ સવારે 9.18 કલાકે શ્રીહરિકોટાથી ઉડાન ભરી હતી. 500 કિલોગ્રામ સુધી સામાન લઈ જવાની ક્ષમતાવાળું આ રોકેટ એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ -02' (EOS-02)  લઈ જશે, તેમાં માઇક્રોસેટેલાઇટ -2 એ ના નામથી ઓળખવામાં આવે છે. તેનું વજન લગભગ 142 કિલોગ્રામ છે.

ઈસરો પ્રમુખ એસ. સોમનાથે કહ્યુ કે ઇસરો મિશન કંટ્રોલ સેન્ટર સતત ડેટા લિંક હાસિલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે લિંક સ્થાપિત કરી લેશે, દેશને જાણકારી આપવામાં આવશે. EOS02 એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. જે 10 મહિના માટે અંતરિક્ષમાં કામ કરશે. તેનું વજન 142 કિલોગ્રામ છે. તેમાં મિડ અને લોન્ગ વેવલેન્થ ઇંફ્રારેડ કેમેરા લાગ્યા છે. જેનું રેજોલ્યૂશન 6 મીટર છે. એટલે કે તે રાત્રે પણ નજર રાખી શકે છે.

વિદ્યાર્થિનીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઈટ આઝાદી સેટ પોતાની ઉડાન ભરે એ પહેલા તેને ઔપચારિક રીતે તપાસ કરાઈ હતી. આજે સવારે શ્રી હરિકોટા ખાતે આ સેટેલાઈટનું લોન્ચિંગ થયું છે. આ સેટેલાઈટ બનાવવા દેશની 75 શાળાની 750 વિદ્યાર્થિનીઓએ યોગદાન આપ્યું છે. આ તમામ વિદ્યાર્થીનીઓને સેટેલાઈટ લોન્ચિંગ માટે શ્રી હરિકોટા લઈ જવાઈ હતી.

આવતીકાલે સવારે 9:00 કલાકે આ સેટેલાઈટને છોડવામાં આવશે. સેટેલાઈટમાં લાગેલા સેલ્ફી કેમેરા વડે અંતરીક્ષમાં સોલર પેનલ ખુલશે અને સેલ્ફી કેમેરા વડે આ સેટેલાઈટ અંતરીક્ષના ફોટોગ્રાફ્સ મોકલવાનું શરૂ કરશે. આ સેટેલાઈટ 10 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે.

(12:07 pm IST)