Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

પાકિસ્તાનમાં ભગવદ ગીતા અને બાઈબલ કંઠસ્થ કરનારા કેદીઓ માટે જેલ સજા ઘટાડવાનો પ્રસ્તાવ : પંજાબ પ્રાંતની નવનિયુક્ત સરકારે લઘુમતી સમુદાયના કેદીઓ માટે મહત્વનો નિર્ણય લીધો

પેશાવર : પાકિસ્તાનમાં ભગવદ ગીતા અને બાઈબલ કંઠસ્થ કરનારા કેદીઓ માટે સરકારે મોટો પ્રસ્તાવ મૂક્યો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નવનિયુક્ત સરકારે લઘુમતી સમુદાયના કેદીઓને તેમના પવિત્ર ગ્રંથો યાદ રાખવા બદલ તેમની સજા ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પંજાબ પ્રાંતના ગૃહ વિભાગે ગુરુવારે મુખ્ય પ્રધાન ચૌધરી પરવેઝ ઈલાહીને એક 'સમરી' મોકલીને પ્રાંતની જેલોમાં બંધ ખ્રિસ્તી, હિન્દુ અને શીખ કેદીઓની સજામાં ત્રણથી છ મહિનાની માફીની માંગ કરી હતી.

પંજાબ સરકારના ગૃહ વિભાગે મુખ્ય પ્રધાનને તેમના પવિત્ર ગ્રંથો - બાઇબલ અને ભગવદ ગીતા - - યાદ રાખવા બદલ ખ્રિસ્તી અને હિન્દુ કેદીઓને સજાના સમયગાળામાં ત્રણથી છ મહિનાની છૂટછાટનો પ્રસ્તાવ આપવા જણાવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પંજાબની જેલ સેવાની સત્તાવાર વેબસાઇટ અનુસાર પવિત્ર કુરાન કંઠસ્થ મુસ્લિમ કેદીઓ છ મહિનાથી બે વર્ષ સુધીની માફી મેળવી શકે છે. મુખ્ય પ્રધાનની મંજૂરી બાદ સમરીને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ પછી, ગૃહ વિભાગ હિંદુ અને ખ્રિસ્તી કેદીઓની સજાની અવધિમાં ઘટાડો કરવા અંગેનું જાહેરનામું બહાર પાડશે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:02 pm IST)