Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આર્ટિકલ 370 મામલે જેડીયૂનો યુ-ટર્ન : મોદી સરકારના નિર્ણંયનું કર્યું સમર્થન

જયારે કોઈ કાનૂન લાગુ થઇ જાય ત્યારે તમામે તેનો સ્વીકાર કરવો જોઈએ

 

પટના :જનતાદળ યુનાઇટેડએ યુટર્ન લેતા જાહેર કર્યું કે તે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને હટાવવાના કેન્દ્ર સરકારના પગલાંને સમર્થન કરે છે ,જેડીયુ,રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન( એનડીએ )નું મુખ્ય ઘટ્ક છે આર્ટિકલ 370ને રદ કરવાનો વિરોધ કર્યા બાદ જેડીયુના વરિષ્ઠ નેતા આર,સી,પી,સિંહે કહ્યું કે જયારે કોઈ કાનૂન પ્રભાવી થઇ જાય છે ત્યારે તમામને તે સ્વીકાર કરવો જોઈએ

  જેડીયુના રાજ્યસભાના સાંસદ સિંહે કહ્યું કે અમે આર્ટિકલ 370ને રદ કરવા પર સરકારના સમર્થનમાં છીએ તેઓએ કહ્યું કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે

   તેઓએ પાર્ટીના અગાઉના વલણ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે અમારા દિવગત નેતા જ્યોર્જ ફર્નાડીઝે વિવાદી મુદ્દા પર ભાજપનું સમર્થન નહીં કરવા નિર્ણ્ય કર્યો હતો અમારો આર્ટિકલ 370 પ્રત્યે લગાવ છે અને એટલા માટે અમે તેનો વિરોધ કર્યો હતો કારણ કે જ્યોજ ફર્નાડિઝની આત્માને દુઃખી કરવા  ઇચ્છતા નથી.

(12:29 am IST)