Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

પાકિસ્તાન રઘવાયું બન્યું :ભારત સાથે વેપારી સંબંધો કાપ્યા બાદ ત્રણ એયરસ્પેસ કર્યા બંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 રસ્તા માંથી 3 એયરસ્પેસ બંધ કરી દીધા

નવી દિલ્હી : જમ્મૂ કાશ્મીર પરથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ભુરાયુ થયું છે હવે પાકિસ્તાને ત્રણ એયરસ્પેસ બંધ કરી દીધા છે. પાકિસ્તાને પોતાના ત્રણ હવાઈ ક્ષેત્ર આંશિક રૂપે બંધ કરી દીધા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 રસ્તા માંથી 3 એયરસ્પેસ બંધ કરી દીધા છે. આ પહેલા પાકિસ્તાને ભારતની સાથે દ્રિપક્ષીય વ્યાપાર પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ પાકિસ્તાનને કાશ્મીર બાબતે સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની ધમકી આપી છે.

 બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાને ભારતીય વિમાન માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હતું. લગભગ 4 મહિના પછી, પાકિસ્તાને ભારતીયો સહિતના અન્ય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું.હતું 

પાકિસ્તાનની હવાઈ મથક બંધ થવાને કારણે યુરોપ અને ગલ્ફ દેશો તરફ જતી તમામ ફ્લાઇટ્સ ગુજરાતની ઉપરથી અરબી સમુદ્ર પાર કરતા જતી હતી. પાકિસ્તાનના આ પગલાને કારણે એર ઇન્ડિયાને આશરે 491 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

(11:40 pm IST)