Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ઈટાલીની ટુ-વ્હિલર ઉત્પાદક કંપની બેનેલીએ ભારતમાં પ્લાન્ટ સ્થાપની યોજના કરી કેન્સલ

 

ઈટાલીની ટુ-વ્હિલર ઉત્પાદક કંપની બેનેલીએ ભારતમાં પ્લાન્ટ સ્થાપની યોજના રદ કરી છે એકતરફ સરકાર દેશમાં ઈલેક્ટ્રિક એટલે કે વીજળી સંચાલિત વાહનો પર વધુ પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી તરફ કારણે કંપનીએ હાલ યોજનાને ટાળી દીધી છે. બેનેલી ગત વર્ષે ઓગસ્ટના મહિનામાં માર્કેટમાં બીજી વખત આવી હતી. બેનેલીએ તેની લોકપ્રિય બ્રાન્ડ લિયોનસિનો 500ને માર્કેટમાં લોન્ચ કરી છે.

જ્યારે બાઈકની શોરૂમ કિંમત 4,79 લાખ રૂપિયા છે. બેનેલીની માલિકી ચીનની કંપની પાસે છે. કંપનીએ તેના વાહનોનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવા અને વિતરણ કરવાનો કરાર કર્યો હતો.ત્યારે કરાર ગત વર્ષે હૈદરાબાદના મહાવીર ગ્રૂપની સાથે ભારતમાં કર્યો હતો. જેમાં યોજના અંતર્ગત હેઠળ મહાવીર ગ્રૂપ તેના રોકાણથી એસેમ્બલી યુનિટ લગાવાની તૈયારીમાં હતી. બીજા તબક્કામાં બેનેલીનું રોકાણ, ટેકનોલોજી અને સંશોધન તેમજ વિકાસની સાથે 20 એકર જમીન પર ઉત્પાદક પ્લાન્ટ સ્થાપવાનું આયોજન હતું.

(11:12 pm IST)