Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

યુપીમાં ખાસ નસલનો બકરો આકર્ષણનું કેન્દ્ર બન્યો ;માત્ર ડ્રાયફ્રુટનું સેવન કરે છે

પાલન પોષણમાં અત્યાર સુધી 6 લાખ રૂપિયાનો ખર્ચ થયો

 

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં ખાસ નસ્લનો બકરો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે બકરાના માલિક અબરાર મિર્ઝાએ જણાવ્યુ કે તેઓ આને લગભગ 8 મહિના પહેલા રાજસ્થાનથી ખરીદીને લાવ્યા હતા.

બકરો ફક્ત માણસો જે વિશેષ વસ્તુઓનું સેવન કરે છે બકરો માત્ર ડ્રાયફ્રુટનું સેવન કરે છે બકરો કાજૂ, કિશમિશ, બદામ અને અખરોટનું સેવન કરે છે. જ્યારે બકરાની ઉંમર એક વર્ષ છે. આના પાલન પોષણમાં અત્યાર સુધી 6 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

જોમાં ખાસ નસ્લના બકરાનું પાલન પોષણ કરવા માટે વિશેષજ્ઞ અનવર મિર્ઝા પાસે સમય-સમય પર સલાહ પણ લે છે. બકરાના માલિકે જણાવ્યુ કે દિલ્હીની એક વ્યક્તિ આને ખરીદવા માટે 8 લાખ રૂપિયા આપવા તૈયાર છે. જોકે મિર્ઝાએ તે વ્યક્તિનું નામ અને ઓળખ આપવાનો ઈનકાર કર્યો છે.

(10:09 pm IST)