Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આર્ટીકલ 370 ઉપર ફિલ્મ બનાવવા માટે 30 બોલીવૂડ નિર્માતા-નિર્દેશક વચ્ચે સ્પર્ધા

કેટલાંક નિર્માતાઓએ ફિલ્મ રજિસ્ટર કરાવી લીધી: સૌથી વધુ કાશ્મીર હમારા હૈ ટાઈટલની માંગ

મુંબઈ :મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 37૦ને હટાવતા  આ વિષય પર ફિલ્મ બનાવવાની લાઈન લાગી છે કેટલાય  નિર્માતા-નિર્દેશકો આ વિષય પર ફિલ્મ બનાવવા હોડમાં છે ઘણા આ નામોથી ફિલ્મ બનાવવા માગે છે પરંતુ એક નામ પર એક જ સમયે બે ફિલ્મો બનાવવામાં આવતી નથી. એવામાં ફિલ્મ્સના નામોને લઈને અંતિમ નિર્ણય લેનાર સંસ્થાએ ઈન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર એસોસિએશને (આઇએમપીપીએ) કહ્યું હતું કે હવે સુધી 20 થી 30 બોલીવૂડ ફિલ્મ નિર્માતાઓએ સંપર્ક કર્યો છે. તે એક જ નામની આસપાસ તેમની ફિલ્મના ટાઇટલ રાખવા માગે છે.

આઈએમપીપીએએ જણાવ્યું કે 'આર્ટિકલ 37૦' અને આર્ટિકલ A 35 એ નામ પહેલાં જ કેટલાંક નિર્માતાઓએ ફિલ્મ રજિસ્ટર કરાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ 'આર્ટિકલ 15' નામની ફિલ્મ આવી હતી. આઈએમપીપીએ કહ્યું છે કે આ બંને ટાઇટલ પરથી ફિલ્મ્સ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ ટાઇટલ કોને આપવામાં આવશે, તે થોડા સમય પછી બહાર આવશે.

બોલીવૂડ નિર્માતાઓ તરફથી આર્ટિકલ 37૦ અને આર્ટિકલ 35a ના ટાઈટલ ન મળવા પર સૌથી વધુ માગ કાશ્મીર હમારા હૈ ટાઈટલની છે.

આઇએમપીપીએ મુજબ તેઓ પહેલેથી જ 'ધ એર સ્ટ્રાઈક ઓફ પુલવામાં', 'ધ એર સ્ટ્રાઈક', 'ઈન્ડિયા સ્ટ્રાઈક બેક', '14 ફેબ્રુઆરી 2019 પુલવામા એટેક', 'સર્જિકલ સ્ટ્રાઈક 2.0', 'સર્જિકલ સ્ટ્રાઈક 2.0 કોડ પુલવામાં', 'ઝીરો મર્સી પુલવામાં', 'ઈન્ડિયન સ્ટ્રાઇક કોડ પુલવામાં' અને 'જોશ ઇઝ હાઇ' નામના શીર્ષકોની નોંધણી થઈ ચૂકી છે

(8:59 pm IST)