Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 નાબૂદ થતાં પાકિસ્તાને ભારતના હાઈ કમિશનરને દેશ છોડવાના આદેશ આપ્યા

 પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક મળી હતી, જેમાં ભારત સાથેના આર્થિક તથા કૂટનીતિક સંબંધ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ મુજબ ભારત ખાતે પાકિસ્તાનના રાજદૂતને પણ પરત બોલાવી લેવાશે.

બેઠકમાં પાકિસ્તાનના વિદેશમંત્રી, ગૃહમંત્રી, સંરક્ષણમંત્રી, શિક્ષણમંત્રી, કાયદામંત્રી, સૈન્ય તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે  ભારતે મંગળવારે લોકસભામાં કાશ્મીરને વિશેષાધિકાર આપતી જોગવાઈઓ નાબૂદ કરી હતી.

હાલમાં કાશ્મીરમાં 144ની કલમ લાગુ છે અને મોબાઇલ, ઇન્ટરનેટ તથા સંચારસેવાઓ ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.

(8:41 pm IST)