Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હાલમાં બે નિશાન યથાવત રહેશે કાશ્મીરમાં !! રાજ્યપાલનું પદ ઉપ રાજ્યપાલમાં તબદીલ થયું નથી

સચિવાલયમાં ભારતની સાથે કાશ્મીરનો લહેરાતો ઝંડો !! : પ્રેસ યાદીમાં પણ સત્યપાલ મલિકનો રાજ્યપાલ તરીકે ઉલ્લેખ

જમ્મુ :જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A હટાવાયા બાદ તમામને બદલાવની આશા છે પરંતુ હજુ સુધી શ્રીનગર સ્થિત સચિવાલય પર ભારતના રાષ્ટ્રધ્વજસઃ સાથે જમ્મુ કાશ્મીરનો ઝંડો લાગેલો છે જે સંસદમાં પાસ પ્રસ્તાવને વિપરીત છે એટલું જ નહીં કેન્દ્ર સાશિત પ્રદેશના નિયમોનુસાર અહીં રાજ્યપાલનું કોઈપદ નથી પરંતુ હજુ પણ સત્યપાલ મલિક રાજ્યપાલના પદ પર યથાવત છે અને રાજભવન દ્વારા તેના નામથી જારી થતી પ્રેસ યાદીમાં તેઓને રાજ્યપાલ તરીકે સંબોધિત કરે છે નહીં કે ઉપ રાજ્યપાલ !!

 કેટલાક સોશ્યલ મીડિયામાં આવેલ તસ્વીરોમાં એ સ્પષ્ટ દેખાય છે કે શ્રીનગર સ્થિત સચિવાલય પર રાષ્ટ્રીય ધ્વજ સાથોસાથ કાશ્મીરનો ઝંડો લાગેલો છે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરનો અલગ ઝંડો અને બંધારણ હતું પરંતુ આર્ટિકલ 370 અને 35 A હટાવ્યા બાદ રદ થઇ ગયો છે

  આર્ટિકલ 370 અને 35A હટાવાયા પહેલા ભારતને માત્ર જમ્મુ કાશ્મીરમાં ઔપચારિક રીતે દેશની સાથે પોતાનો અલગ ઝંડો લહેરવાની અનુમતિ હતી કાશ્મીરના ઝાડમાં ઘાટો લાલ રંગ શ્રમનું પ્રતીક હતું જેના પર હળ કૃષિનું પ્રતિનિધિત્વ કરતુ હતુંતેના પર બનેલ ત્રણ ધારિયા પ્રદેશના ત્રણ ભૌગોલિક ક્ષેત્ર (જમ્મુ,કાશ્મીર અને લડાખ )ને પ્રદર્શિત કરતી હતી હવે જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેચ્યું છે અને તે રાજ્યનું અસ્તિત્વ ખતમ કરીને કેન્દ્ર સાશિત પ્રદેશમાં તબદીલ થયું છે સાથે ઝંડાને પણ સમાપ્ત કરાયો છે

  કેન્દ્ર સાશિત પ્રદેશની બાગડોર ઉપ રાજ્યપાલના હાથમાં હોય છે હાલમાં સત્યપાલ મલિક રાજ્યપાલ તરીકે કાર્યરત છે,કાયદો બન્યા બાદ 24 કલાકમાં તેનું પદ બદલી જવું જોઈએ

(8:19 pm IST)