Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

યુ.એસ.માં પત્ની સહિત ૪ કુટુંબીજનોની હત્યાના આરોપસર પકડાયેલા ગુરપ્રિત સિંઘ ઉપર કોર્ટ કાર્યવાહી શરૃઃ

ઓહિયોઃ યુ.એસ.ના ૨૮ એપ્રિલ ૨૦૧૯ના રોજ પોતાની પત્ની સહિત ૪ કુટુંબીજનો ઉપર ગોળીબાર કરી હત્યા કરવાના આરોપી ઇન્ડિયન અમેરિકન ગુરપ્રિત સિંઘ ઉપર ૫ ઓગ.૨૦૧૯ થી કોર્ટ કાર્યવાહી શરૂ કરાઇ છે . જે માટે તેને કનેકટીકટ જેલમાંથી ખસેડી વેસ્ટ ચેસ્ટર ઓહિયો પરત લાવવામાં આવ્યો છે.

૩૭ વર્ષીય ગુરપ્રિત સિંઘ ઉપર તેની પત્ની શાલીન્દરજી કૌર, તથા તેના માતા-પિતા પરમજીત કૌર અને હકીઆકત સિંઘ, તથા પરમજીતના બહેન અમરજીત કૌરની હત્યા કરવાનો આરોપ છે. જેને બિનજામીન વોરંટ સાથે કનેકટીકટ જેલમાં રાખવામાં આવ્યો હતો. 

(7:42 pm IST)