Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હાર્ટ પેશન્ટ દર્દીઓ માટે નવી શોધઃ યુ.એસ.ના વર્જીનીઆમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સલિમ શાહ સ્થાપિત ફાર્માસ્યુટીકલ કંપની દ્વારા તૈયાર કરાયેલી દવા FDAની મંજુરીની રાહમાં: રોજની માત્ર એક કેપ્સ્યુલ લેવાથી હૃદય, લીવર,તેમજ કિડની ઉપર આવતું દબાણ ઘટાડવામાં મદદરૂપ થશે

વર્જીનીઆઃ યુ.એસ.ના વર્જીનીઆમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સલિમ શાહ સ્થાપિત સર્ફેઝ ફાર્મા ફાર્માસ્યુટીકલ્સ દ્વારા હાર્ટ પેશન્ટ દર્દીઓ માટે નવી રાસાયણિક દવા તૈયાર કરવામાં આવી છે. જે દિવસમાં માત્ર એક વખત વોટર પિલના સ્વરૂપમાં લેવાથી હૃદય ઉપર આવતું દબાણ અટકાવી શકશે.

શ્રી શાહની કંપની દ્વારા શોધાયેલી આ દવા યુ.એસ. ફુડ એન્ડ ડ્રગ  એડમિનીસ્ટ્રેશન દ્વારા સ્વીકારાઇ ગઇ હોવાનું જાણવા મળે છે. જે હૃદય, લીવર, તેમજ કિડનીના દર્દો માટે પણ સફળ સારવાર આપવામાં કામિયાળ નિવડશે. તેને ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન દ્વારા બજારમાં મુકવાની માન્યતા ૧૪ જાન્યુ ૨૦૨૦ સુધીમાં મળી જવાની શકયતા છે.

(7:41 pm IST)