Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હું અનાથ થઇ ગઇ છું… સુષ્‍મા સ્‍વરાજના અવસાનથી પાકિસ્‍તાનથી ભારત આવેલી ગીતાને લાગ્યો ભારે આઘાત

ઇન્દોર: પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. ત્યારે પાકિસ્તાનથી ભારત આવેલી ગીતાને પણ ઉંડો આઘાત લાગ્યો છે. ઇન્દોરના મુખબધિર સંગઠનમાં રહેતી ગીતાને પાકિસ્તાનથી ભારત લાવવામાં સુષમા સ્વરાજની મહત્વની ભૂમિકા હતી. સાઇન લેન્ગ્વેજ એક્સપર્ટ સન્દીપ પંડિતે જણાવ્યું કે, ગીતાનું કહેવું છે કે, ‘હું અનાથ થઇ ગઇ છું.’

ગીતાના જણાવ્યા અનુસાર સુષમા સ્વરાજની બીમારીના કારણે એક મહિનાથી તેમની વચ્ચે વાત થઇ શકી હતી. જણાવી દઇએ કે, સુષમા સ્વરાજે કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતને ગીતાની જવાબદારી સોંપી હતી.

વર્ષ 2015માં તાત્કાલીન વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ગીતાને પાકિસ્તાનથી ઘર વાપસી કરાવી હતી. વચ્ચે ઘણા લોકોએ ગીતાના માતા-પિતા હોવાનો દાવો કર્યો જેના માટે સરકારે ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો હતો. પરંતુ હજુ સુધી ગીતાના માતા-પિતાની જાણકારી મળી નથી. જો કો, ઘણા પરિવાર દાવો કરી રહ્યાં છે, પરંતુ ગીતા તેમને ઓળખવાથી ઇન્કાર કરી રહી છે. ત્યારે, અન્ય ઘણા પરિવારોનો દાવાને લઇને તેની ઓળખ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનમાં દાયકાથી વધારે સમય પસાર કર્યા બાદ ભારત પરત ફરેલી ગીતાથી તાત્કાલીન વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ખાનગી મુલાકાત કરી હતી. તે દરમિયાન મૂક-બધિર છોકરીને વિશ્વાસ આપ્યો હતો કે, સરકાર તેના પરિવારને શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે.

ઓક્ટોબર 2015માં સ્વેદશ પરત ફર્યા બાદથી ઇન્દોરના બિન સરકારી સંસ્થા મૂક-બધિર સંગઠનના આવાસીય પરિસરમાં રહે છે. સંસ્થાની સાંકેતિક ભાષા વિશેષજ્ઞ મોનિકા પંજાબી વર્માએ જમાવ્યું હતું કે, સુષમા સ્વરાજે ગીતાને એક હોટલમાં બોલાવી હતી. ગીતાને જોઇને વિદેશ મંત્રી ખુશ થઇ ગયા અને તેમણે તેને ગળે લગાવી લીધી. મોનિકાએ જણાવ્યું કે, લગભગ અડધા કલાકની ખાનગી મુલાકાત દરમિયાન સુષમાએ ગીતાને કહ્યું કે, સરકાર તેના પરિવારને શોધવાનો દરેક સંભવ પ્રયત્ન કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, ગીતાએ સુષમાને તે કપડા બતાવ્યા જેના પર તેણે ભરત કામ કર્યું હતું. જોઇને વિદેશ મંત્રીએ ખુશી વ્યક્ત કરી અને મૂક-બધિર છોકરીની કલાની પ્રશંસા કરી હતી. ગીતાના પરિવારની શોધખોળના પ્રયાસ અંતર્ગત સુષમાએ 18 ડિસેમ્બર 2015ના ટ્વિટ પર અપીલ કરી હતી કે અને મુક-બધિર છોકરીની ઓળખના ચિન્હોનો ઉલ્લેખ કર્યો હતો. વિદેશ મંત્રીએ વાતને લઇને ટ્વિટર પર ગીતાની એક તસવીર પણ પોસ્ટ કરી હતી કે જ્યારે તે નાનપણમાં તેના પરિવારજનોથી અલગ થઇ ગઇ હતી ત્યારે તે કેવી દેખાઇ રહી હતી.

લગભગ 7-8 વર્ષની ઉંમરમાં ગીતા પાકિસ્તાનની રેન્જર્સને સમજૌતા એક્સપ્રેસમાં લાહોર રેલ્વે સ્ટેશન પર મળી હતી. તેને ઈધી ફાઉન્ડેશનના બિલ્કિસ ઈધીએ દત્તક લીધી હતી અને કરાચીમાં તેમની સાથે રાખી હતી. પાકિસ્તાનમાં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ ગીતા 26 Octoberના રોજ ભારત પરત આવી.

(5:47 pm IST)