Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સુષ્‍માનું જછુ દેશ માટે મોટી ખોટ છેઃ લાલકૃષ્‍ણ અડવાણી દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, સુષ્માનું જવું દેશ માટે મોટી ખોટ છે, સાથે વ્યક્તિગત રીતે તેમના માટે એક અકલ્પનીય ખોટ છે.

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ (Sushma swaraj)નું મંગળવાર મોડી રાત્રે એમ્સ ખાતે નિધન થયું છે. તેઓ 67 વર્ષના હતા. સુષમા સ્વરાજને હાર્ટ એટક આવતા તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાસે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ એમ્સ દ્વારા સુષમા સ્વરાજના નિધનની આધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. સુષમા સ્વરાજની છેલ્લી ટ્વિટમાં કાશ્મી મુદ્દા પર સરકારના પગલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આખી જિંદગી દિવસની રાહ જોઇ રહ્યાં હતા. સુષમા સ્વરાજે છેલ્લી લોકસભા ચૂંટણી પણ લડવાનો ઇન્કાર કર્યો હતો. અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાનને નેતાઓ પહોંચી રહ્યાં છે.

પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા ઇચ્છો છો તો છે સમગ્ર કાર્યક્રમ

- કેન્દ્રીય મંત્રી જે.પી નડ્ડાએ જણાવ્યું કે, રાત્રે 12.00 વાગ્યાની આસપાસ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતેથી સુષમા સ્વરાજના પાર્થિવ દેહને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને લઈ જવાયા છે. બુધવાર સવારે લગભગ 11.00 વાગ્યા સુધી અહીં તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવશે. સુષમા સ્વરાજના ચાહકો અહીં આવીને તેમના અંતિમ દર્શન કરી શકશે. ધવનદિવ બિલ્ડિંગ જંતર-મંતર માર્ગ પર આવેલું છે.

- સુષમા સ્વરાજના પાર્થિવ દેહને બુધવાર બપોરે 12.00 વાગ્યે નવી દિલ્હીમાં આવેલા ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે લઈ જવામાં આવશે. અહીં, તેમનો પાર્થિવ દેહ લોકોના દર્શન માટે રાખવામાં આવશે.

- બપોરે 3.00 કલાકે તેમના પાર્થિવ દેહને લોધી રોપ પર ઇલેક્ટ્રિક સ્મશાનમાં લઇ જવામાં આવશે અને ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. જેપી નડ્ડાએ જણાવ્યું કે, અહીં પણ સામાન્ય લોકોને સુષમા સ્વરાજના પાર્થિવ દેહના અંતિમ દર્શન થઇ શકશે.

- રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

(5:44 pm IST)